સુસાઈડ કરવા માટે ટૂથબ્રશ ગળેલું જે 20 વર્ષ બાદ ડૉક્ટરોએ પેટમાંથી કાઢ્યુ

14 August, 2019 10:17 AM IST  |  ચીન

સુસાઈડ કરવા માટે ટૂથબ્રશ ગળેલું જે 20 વર્ષ બાદ ડૉક્ટરોએ પેટમાંથી કાઢ્યુ

ડૉક્ટરે 20 વર્ષ બાદ દર્દીના પેટમાંથી ટૂથબ્રશ કાઢ્યું

ચીનના ગુઆંગડોન્ગ પ્રાંતના શેનઝેન શહેરની એક હૉસ્પિટલમાં ગયા અઠવાડિયે એક અજીબ કિસ્સો બહાર આવ્યો. ન ખાવી જોઈએ એવી ચીજો ખાવાનું ક્રૅવિંગ ધરાવતા દરદીઓના કિસ્સા વધતા ગયા છે. દરદીઓ સિક્કા, કાતર, પિન જેવી ચીજો ગળી જાય છે, પણ આ ભાઈએ તો જાણીબૂઝીને ટૂથબ્રશ ગળ્યું હતું. એ પણ લગભગ વીસ વર્ષ પહેલાં. ભાઈસાહેબ આત્મહત્યા કરવા માગતા હોવાથી તેમણે ગળામાં ટૂથબ્રશ ભરાવી દીધું હતું જે અંદર ઊતરી ગયેલું અને એ પછી પણ તેને કોઈ તકલીફ નહોતી થઈ. 

લી નામના ૫૧ વર્ષના આ દરદીને એક મહિના પહેલાં પેટમાં ખૂબ પીડા સાથે હૉસ્પિટલમાં ભરતી કરાવાયો હતો. ડૉક્ટરોએ સીટી સ્કૅન કરતાં નાના આંતરડાંમાં લાંબી સ્ટિક જેવું દેખાયું. જ્યારે આ બાબતે ડૉક્ટરોએ પેશન્ટને પૂછતાછ કરી તો તેને માંડ યાદ આવ્યું કે, ‘વીસ વર્ષ પહેલાં તેણે ટૂથબ્રશ ગળીને મરવાની કોશિશ કરી હતી.’ એ વખતે તે એચઆઇવીનો શિકાર થઈ ગયેલો. સ્ટ્રેસમાં આવીને તેણે મરવાનું નક્કી કરેલું. જોકે ટૂથબ્રશ ગળ્યા પછી પણ તેને કશું થયું નહોતું અને કોઈ દરદ પણ ન હોતું થયું. એ પછી તેણે એચઆઇવી માટેની દવાઓ ગળીને સારવાર લેવા તરફ ધ્યાન લગાવ્યું. સારવાર લીધા પછી તે સાજો થઈ ગયો અને પરિવાર સાથે ખુશ હતો એટલે તેને પેટમાં બ્રશ હતું એ વાત પણ ભુલાઈ ગયેલી.

આ પણ વાંચો : બ્રિટિશ યુગલે બે ખડક વચ્ચે ફસાયેલા જાયન્ટ કાચબાને બચાવ્યો

ડૉક્ટરોનું કહેવું છે કે તેના પેટમાં વર્ષો જૂના બ્રશને કારણે ખૂબ ઇન્ફેક્શન થઈ ગયેલું જે લિવર સુધી પહોંચી જાય એમ હતું. ટૂથબ્રશના બધા જ પ્લાસ્ટિકના દાંતા પેટમાં ઠેર-ઠેર વીખરાઈ ચૂક્યા હતા.

china offbeat news hatke news