દાદાના ગળામાં ફસાઈ ગયું ડૅન્ચર

14 August, 2019 09:31 AM IST  |  બ્રિટન

દાદાના ગળામાં ફસાઈ ગયું ડૅન્ચર

દાદાના ગળામાં ફસાઈ ગયું ડૅન્ચર

બ્રિટનમાં રહેતા જૅક નામના ૭૨ વર્ષના રિટાયર્ડ ઇલેક્ટ્રિશ્યનને ગળામાંથી લોહી નીકળતું હતું અને તેઓ કંઈ જ ગળી શકતા નહોતા. કંઈ પણ ખાવાથી તેમને ગળામાં ખૂબ પીડા થતી હતી. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી અને ફેફસાંની તકલીફની હિસ્ટરી હતી. એને કારણે જ્યારે તેઓ ડૉક્ટર પાસે આવ્યા ત્યારે ડૉક્ટરને લાગ્યું કે તેમના ફેફસાંમાં કંઈક મોટી તકલીફ હશે. ડૉક્ટરે તેમને માઉથવૉશ આપ્યું અને ઍન્ટિબાયોટિક્સ લખી આપીને ઘરે મોકલી દીધા. એમ છતાં દાદા મોંમાંથી બોલ્યા નહીં કે તેમને ખરી તકલીફ શું છે. કદાચ તેઓ પોતે ભૂલી ગયેલા કે તેમને શું થયું છે. ડૉક્ટરે આપેલી દવા પણ ગળાતી નહોતી અને ગળફામાં ખૂબ લોહી પડવાની સાથે શ્વાસ ફુલવા લાગ્યો ત્યારે ઇમર્જન્સીમાં ફરી તેમને હૉસ્પિટલ લઈ જવાયા. એ વખતે પરિસ્થિતિની ગંભીરતાને તપાસવા ડૉક્ટરોએ તેમના ગળા અને છાતીનો એક્સ-રે લીધો. તેમને હતું કે ફેફસાંમાં ખૂબ વધારે ઇન્ફેક્શન હશે, પરંતુ એને બદલે ગળામાં કંઈક વિચિત્ર ચીજ દેખાઈ.

આ પણ વાંચો : મોંઘા કેળા-ઈંડા ભૂલી જાઓ, આ કંપની વેચે છે 786 રૂપિયામાં એક બટાટાની ચિપ્સ

શેપ પરથી તેમને શંકા ગઈ કે આ તો લાંબા દાંત જેવું છે. એ વખતે છેક ખબર પડી કે આઠ દિવસ પહેલાં મોંમાં કૅમેરા નાખીને જે ટેસ્ટિંગની પ્રોસેસ કરવામાં આવેલી એ દરમ્યાન તેમના નકલી દાંતનું ડેન્ચર ગુમ થઈ ગયેલું. આ નકલી દાંત ગળામાં અંદર સરી ગયેલા જેની તેમને ખબર જ નહોતી. આખરે સર્જરી કરીને એ નકલી ડેન્ચર બહાર કાઢવામાં આવ્યું.

offbeat news hatke news