હવે પપ્પાઓ પણ સંતાનને બ્રેસ્ટફીડ કરાવી શકશે

16 March, 2019 12:24 PM IST  | 

હવે પપ્પાઓ પણ સંતાનને બ્રેસ્ટફીડ કરાવી શકશે

બાળકોને બ્રેસ્ટફીડ કરાવતું ડિવાઈસ

કહેવાય છે કે સ્તનપાન કરવાને કારણે મા અને બાળક વચ્ચેનો નાતો ગાઢ બને છે. રડતા બાળકને ધવડાવીને સાંત્વન આપવાનો ઇજારો માત્ર સ્ત્રીઓનો હતો, પણ હવે એવું નહીં થાય. પુરુષો પણ ઇચ્છે તો પોતાના સંતાનને દૂધ પાવાનો લહાવો લઈ શકે છે. આ માટે જૅપનીઝ કંપનીએ ખાસ ડિવાઇસ બનાવ્યું છે. બ્રેસ્ટ્સ જેવું જ દેખાતું અને અંદર દૂધ ભરી શકાય એવું આ ડિવાઇસ છે જે પુરુષો ગળામાં ભરાવી લઈ શકે છે. ભલે એ ડિવાઇસ કુદરતી સ્તનની ગરજ ન સારે, પરંતુ બાળક અને પિતા વચ્ચે સ્કિન-ટુ-સ્કિન ટચ રહેતું હોવાથી બન્ને વચ્ચે હૂંફનો નાતો બાંધવામાં ફળદાયી બની શકે છે. અમેરિકાના ઑસ્ટિન શહેરમાં ચાલી રહેલા એક ફેસ્ટિવલમાં જૅપનીઝ કંપનીએ આ ફાધર્સ નર્સિંગ અસિસ્ટન્ટ નામનું ડિવાઇસ રજૂ કર્યું હતું.

આ પણ વાંચો : સ્માર્ટ લોકોની મેન્સા સોસાયટીમાં સ્થાન મેળવ્યું ૪ વર્ષની આ બાળકીએ, IQ 140

આ ડિવાઇસનો દેખાવ, આકાર અને ઉભાર સ્ત્રીઓના બ્રેસ્ટ જેવો જ હોય છે અને એમાં એક બ્રેસ્ટ નકલી હોય છે, જ્યારે એકમાં ફૉમ્યુર્લા મિલ્ક ભરી શકાય અને નિપલ દ્વારા ચૂસીને દૂધ પી શકાય એવી સિસ્ટમ હોય છે. જૅપનીઝ પીડિયાટ્રિશ્યન અને બેબીસીટિંગ કરનારાઓના મતે આ પ્રકારનું ડિવાઇસ મમ્મીઓને રાહત આપનારું અને પપ્પાઓને આનંદ આપનારું છે.

offbeat news hatke news