5700 વર્ષ જૂની ચવાયેલી ચ્યુઇંગ ગમ પરથી સ્ત્રીની આખી કુંડળી તૈયાર થઈ

21 December, 2019 10:01 AM IST  |  Denmark

5700 વર્ષ જૂની ચવાયેલી ચ્યુઇંગ ગમ પરથી સ્ત્રીની આખી કુંડળી તૈયાર થઈ

ડેન્માર્કના સિલથોલમ શહેરમાં ખોદકામ દરમ્યાન ૫૭૦૦ વર્ષ જૂની ચ્યુઇંગ ગમ મળી છે જેના આધારે પાષાણ યુગની મહિલાના ડીએનએની માહિતી મેળવવામાં સફળતા મળી છે. પ્રથમ વાર સંશોધકોએ માનવોનાં હાડકાંને બદલે અન્ય ચીજના આધારે એક ચોક્કસ યુગના માનવોના ડીએનએ વિશે જાણકારી મેળવી છે.

એમાં જોવા મળેલી માહિતી મુજબ ચ્યુઇંગ ગમ ચગળનારી મહિલાના વાળ અને ચામડી કાળી હતી, જ્યારે તેની આંખો નીલી હતી. નેચર કમ્યુનિકેશન્સ નામના જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં સંશોધકોએ આ મહિલાનું નામ લોલા પાડ્યું છે. સંશોધકોના મતાનુસાર લોલા જ્યાં રહેતી હતી ત્યાંના લોકોનો મુખ્ય વ્યવવસાય માછલી પકડવાનો હતો. તેઓ જીવનવ્યાપન માટે શિકાર કરતા હતા.

સંશોધકોએ એક ભોજપત્રના વૃક્ષની રાળનાં સૅમ્પલના આધારે પાષાણ યુગના માનવોના આકાર અને તેમના મોઢામાં રહેલા કીટાણુઓ વિશે માહિતી મેળવી હતી. આ શોધ પરથી કીટાણુઓમાં હજારો વર્ષોમાં કેવા બદલાવ આવ્યા છે અને ભવિષ્યમાં શું બદલાવ આવી શકે છે એ સમજવામાં પણ વૈજ્ઞાનિકોને મદદ થશે.

આ પણ વાંચો : પુત્ર માટે 60 વર્ષની પત્નીએ પતિનાં બીજાં લગ્ન સામેથી કરાવી આપ્યાં

વૈજ્ઞાનિકોએ ડીએનએ પરથી મહિલા આવી લાગતી હશે એવું ચિત્રણ કર્યું હતું.

denmark offbeat news hatke news