ચીનમાં 2300 ફુટના ખડકને કાંઠે 30 માળ ઊંચો હિંચકો તૈયાર થયો છે

31 October, 2019 11:56 AM IST  |  ચીન

ચીનમાં 2300 ફુટના ખડકને કાંઠે 30 માળ ઊંચો હિંચકો તૈયાર થયો છે

30 માળ ઊંચો હિંચકો

વિરાટ હિંડોળાની કવિતાઓ અને કાલ્પનિક કથાઓ સાંભળી હશે, પરંતુ ચીનના નૈઋત્ય ભાગમાં શાંક્સી પ્રાંતના ચોંગિંગ શહેર પાસે હુઆશાન પહાડના મિનિએચર અને ત્રણ ખીણોના નયનરમ્ય ક્ષેત્રમાં યુનયાન્ગ લોન્ગાન્ગ જિયોલૉજિકલ પાર્ક વિકસાવવામાં આવ્યો છે. પહાડો, ખડકો, ખીણો અને નદીની અદ્ભુત પ્રાકૃતિક રચનાનાં સંખ્યાબંધ આકર્ષણોમાં એક વિરાટ હિંડોળો છે. ગુફાઓ, જંગલ તથા ગ્લાસ બ્રિજ અને ૩૩૫ મીટર હાઇટ ધરાવતી આડી દીવાલ (વર્ટિકલ વૉલ) જેવા ઇજનેરીની અનેક અજાયબીઓ રચનારા ચીની કારીગરોએ રચેલો આ હિંડોળો આવતા વર્ષની પહેલી જાન્યુઆરીએ પર્યટકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.
વાદળો વચ્ચે ચાલવાનો અદ્ભુત અનુભવ કરાવતા યુનયાન્ગ લોન્ગાન્ગ સીનિક સ્પૉટના ક્ષેત્રમાં ૧૦૦૦ ફુટની ઊંચાઈ પરના ૨૩૦૦ ફુટના ખડકને કાંઠે હિંડોળો રચવામાં આવ્યો છે. અલબત્ત, આ હિંડોળામાં સવારી કરવાનું કોઈ કાચાપોચાનું કામ નથી. પૅરાશૂટિંગ, પૅરાગ્લાઇડિંગ અને ઍડ્વેન્ચર સ્પોર્ટ્સનો અનુભવ ધરાવતા સાહસિકો જ આ હિંડોળામાં ઝૂલવાની મોજ માણી શકે એમ છે, કારણકે નદીના કિનારા પરના ખડક પર ૩૦ માળની એટલે કે ૩૬૦૮ ફુટની ઊંચાઈ પર ૩૫૪ ફુટ લાંબા બે કેબલ્સને આધારે આ હિંડોળો ઝૂલે છે.

આ પણ વાંચો : મસ્તીખોર નવવધૂએ વે‌ડિંગ ડ્રેસ પર પહેર્યો મિનિયન માસ્ક

હિંડોળો જ્યાં બાંધવામાં આવ્યો છે એ કમાન ૩૨૮ ફુટ ઊંચી અને લૉન્ચિંગ ટાવર ૩૫૪ ફુટ ઊંચો છે. હિંડોળા પર ઝૂલવાની સ્પીડ કલાકના ૮૦ માઇલ્સની રહેશે. ચાર મહિના સુધી સુરક્ષાની ચકાસણીઓ બાદ બનેલો આ હિંડોળો રિકટર સ્કેલ પર ૧૦ની તીવ્રતા ધરાવતા ધરતીકંપ અને કલાકના ૧૦૩ કિલોમીટરની ગતિના પવન સામે ટકવાની ક્ષમતા ધરાવે છે.

china offbeat news hatke news