હોમવર્ક ન કરવા બદલ પિતાએ 10 વર્ષના દીકરાને સ્ટેશન પર બેસાડીને ભીખ મગાવી

20 December, 2019 09:09 AM IST  |  China

હોમવર્ક ન કરવા બદલ પિતાએ 10 વર્ષના દીકરાને સ્ટેશન પર બેસાડીને ભીખ મગાવી

પિતાએ 10 વર્ષના દીકરાને સ્ટેશન પર બેસાડીને ભીખ મગાવી

સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલી ઘટના બાદ સ્કૂલનું હોમવર્ક ન કરવા બદલ સજારૂપે શાંઘાઇ રેલવે-સ્ટેશને દીકરાને ભીખ માગવાની ફરજ પાડનારા ચીનના આ પિતાને માથે પસ્તાળ પડી રહી છે.

ગયા ગુરુવારે સવારે શાંઘાઇ પોલીસને એક ઇમર્જન્સી કૉલ આવ્યો જેમાં શાંઘાઇ રેલવે-સ્ટેશને એક નાનો છોકરો સ્કૂલબૅગ સાથે આવતા-જતા લોકો પાસે ભીખ માગી રહ્યો હોવાની બાતમી મળી હતી. પોલીસે બાળકની પૂછપરછ કરતાં ખબર પડી કે સ્કૂલમાંથી બાળક હોમવર્ક ન કરતો હોવાની સતત ફરિયાદ મળતાં તેના પપ્પાએ ભણતર વગર જિંદગી કેટલી કપરી હોય છે એનો સબક શીખવવા માટે તેને રેલવે-સ્ટેશને ભીખ માગવાની સજા કરી હતી.

પોલીસ અધિકારીઓ બાળકને પોલીસ-સ્ટેશન લઈ ગયા હતા અને બાળકની મમ્મીને બોલાવી હતી. એ વખતે તેની મમ્મી એ કહ્યું હતું કે તે પતિની સજા આપવાની આ પદ્ધતિ સાથે સહમત નહોતી. પોલીસે પપ્પા સામે શું પગલાં લીધાં એ તો જાણવા નથી મળ્યું, પણ તેની મમ્મીને દીકરાને આવી સજા ન આપવાની તાકીદ કરી છે.

કેટલાકે વળી પપ્પાના આવા વર્તન પરથી એવી પણ ધારણા બાંધી હતી કે પપ્પા પોતે દિવસ-રાત કાળી મજૂરી કરતો હોવો જોઈએ અને એટલે જ દીકરા પર એવી ન વીતે એ માટે આવી સજા કરી હશે. જોકે તેમણે પણ સજાને વખોડી કાઢી હતી.

china offbeat news hatke news