દુનિયાની પહેલી સ્માર્ટ, ડ્રાઇવરલેસ અને હાઈ સ્પીડ ટ્રેન શરૂ થઈ ચીનમાં

02 January, 2020 10:33 AM IST  |  China

દુનિયાની પહેલી સ્માર્ટ, ડ્રાઇવરલેસ અને હાઈ સ્પીડ ટ્રેન શરૂ થઈ ચીનમાં

વિશ્વની સૌપ્રથમ સ્માર્ટ ટ્રેન

વિશ્વની સૌપ્રથમ સ્માર્ટ ટ્રેન ચીનમાં શરૂ થઈ ગઈ છે જેની પહેલી ખેપ બીજિંગથી ઝાન્ગજિયાકો સુધીની હતી. ૫૬,૪૯૬ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ સ્માર્ટ અને હાઈસ્પીડ ટ્રેન ડ્રાઇવર વિના દોડે છે.

૧૭૪ કિલોમીટરની સફર આ ટ્રેને દસ સ્ટૉપ સાથે ૪૭ મિનિટમાં પૂરી કરી છે. આ ટ્રેન ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાકની મૅક્સિમમ સ્પીડથી દોડી શકે છે. એની અંદર ‌ચાર્જિંગ, જીપીએસ અને લાઇટિંગ જેવી સુવિધાઓ પણ વાયરલેસ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજસ સાથે જોડાયેલી છે. આ ટ્રેન શરૂઆત ૨૦૨૨ની સાલમાં થનારા ઑલિમ્પિક રમતોત્સવને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

આ પણ વાંચો : 11 વર્ષનો છોકરો 100 કિલો વજન ઊંચકીને બન્યો સ્ટ્રૉન્ગેસ્ટ ચાઇલ્ડ

સ્વચાલિત હોય એવી આ પહેલી સ્માર્ટ અને હાઈ સ્પીડ ટ્રેન હોવાનો ચીનનો દાવો છે. એને ચલાવવા માટે કોઈ જ ઑપરેટર નથી રાખવામાં આવ્યો. એક જ વ્યક્તિ ડ્રાઇવર બોર્ડ પર હશે જે માત્ર કટોકટીભરી સ્થિતિ પર નજર રાખશે. આ ટ્રેનનું મેઇન્ટેનન્સ અને રિપેરિંગ પણ રોબો દ્વારા થશે.

china offbeat news hatke news