બિયરના ખાલી કૅનમાંથી કારથી લઈને પ્લેન જેવાં રમકડાં બનાવે છે આ ભાઈ

05 July, 2019 09:04 AM IST  |  ચીન

બિયરના ખાલી કૅનમાંથી કારથી લઈને પ્લેન જેવાં રમકડાં બનાવે છે આ ભાઈ

ગજબ કારીગરી

ચીનના હેનાન પ્રાંતના લુયોનિંગ શહેરમાં રહેતો દાઈ ચૅન્ગલિન નામના ખેડૂતભાઈએ જમીન ખેડવાની સાથે-સાથે એક અજનબી શોખ પણ પાળ્યો છે.

દાઈ અલગ-અલગ કલરના બિયર અને સૉફ્ટ ડ્રિન્ક્સના કૅન પાંચ રૂપિયાના ભાવે ખરીદી રાખે છે અને પછી નવરાશના સમયમાં એ કૅનને કાપી-કૂપી અને વાળીને એમાંથી ટચૂકડાં રમકડાં તૈયાર કરે છે.

છેલ્લાં પાંચ વર્ષમાં કાર, ટ્રૅક્ટર, ઍરક્રાફ્ટ જેવી જાતજાતની લગભગ ૮૦૦૦થી વધુ ચીજો અત્યાર સુધીમાં તેઓ ક્રીએટ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો : જુઓ આંગળીના ટેરવે મુકી શકાય એવી સોનાની વર્લ્ડ કપની ટ્રૉફી

નવાઈની વાત એ છે તેમણે બનાવેલા વેસ્ટમાંથી બેસ્ટ જેવાં આ રમકડાં પાંચ હજાર રૂપિયામાં વેચાય છે.

china offbeat news hatke news