વિશ્વના સૌથી વયસ્ક પાન્ડાનો વંશવેલો 137 પાન્ડાઓનો થઈ ગયો છે

25 August, 2019 09:47 AM IST  |  ચીન

વિશ્વના સૌથી વયસ્ક પાન્ડાનો વંશવેલો 137 પાન્ડાઓનો થઈ ગયો છે

પાન્ડા

ચીનના ચૉન્ગકિન્ગ ઝૂમાં રહેતા શિનશિંગ નામના જાયન્ટ પાન્ડાનો ૨૩મી ઑગસ્ટે ૩૭મો જન્મદિવસ મનાવાયો હતો. પાન્ડાની આ ઉંમરને માનવોના ૧૦૦ વર્ષથી વધુ વય બરાબર કહેવાય છે. શિ‌નશિંગની ઉંમર ઘણી થઈ ગઈ હોવા છતાં તેનું શારીરિક સ્વાસ્થ્ય હજી ઘણું સારું છે. ૧૯૮૨માં સિચુઆન પ્રાંતમાં તેનો જન્મ થયો હતો અને ૩૭ વર્ષની ઉંમરે તે હાલમાં ઝૂમાં પાળેલી વિશ્વની સૌથી વયસ્ક (માદા) જાયન્ટ પાન્ડા બની ગઈ છે. તેણે જીવનકાળ દરમ્યાન ઘણા બચ્ચાઓ પેદા કર્યા છે અને અત્યારે તેનો વંશવેલો લગભગ ૧૩૭ પાન્ડાઓનો છે જે ચીન ઉપરાંત અમેરિકા, કૅનેડા અને જપાનના ઝૂમાં વસે છે. 

આ પણ વાંચો : એક લાખ સિક્કા લઈને વીજબિલ ભરવા પહોંચ્યો બિઝનેસમૅન, જાણો શું પછી થયું?

બર્થડેના દિવસે શિનશિન્ગને ફ્રૂટની કેક આપવામાં આવી હતી જે તેણે મજેથી ખાધી હતી. હાલમાં તેનું વજન ૯૮ કિલો છે અને રોજ તે ૩૦ કિલો વાંસ, અડધો કિલો વાંસના પાંદડા, એક કિલો સફરજન અને ૭૦ ગ્રામ કંઈક ગળી મીઠાઈ રોજ આરોગે છે.

china offbeat news hatke news