બોલો, આખેઆખું થર્મોમીટર ભાઈએ પેનિસમાંથી મૂત્રાશયમાં ચડાવી દીધું

21 September, 2019 08:31 AM IST  |  ચીન

બોલો, આખેઆખું થર્મોમીટર ભાઈએ પેનિસમાંથી મૂત્રાશયમાં ચડાવી દીધું

થર્મોમીટર આ ભાઈએ પેનિસમાંથી મૂત્રાશયમાં ચડાવી દીધું

ચીનના શાંઘાઈ શહેરમાં યુરોલૉજિસ્ટો પાસે એક વિચિત્ર કેસ આવ્યો. ૨૫ વર્ષના એક યુવકના મૂત્રાશયમાં આડું ફસાયેલું થર્મોમીટર ઘૂસી ગયું હતું. દરદીએ જાતે જ કબૂલ્યું હતું કે તેણે પોતે જ પેનિસના માર્ગેથી આ થર્મોમીટર અંદર ખોસ્યું હતું.

આ ઘટનાને ૧૧ દિવસ વિતી ગયા પછી તે ડૉક્ટર પાસે આવ્યો હતો. તેને એમ હતું કે એક દિવસ થર્મોમીટર આપમેળે યુરિન સાથે બહાર આવી જશે, પણ એવું ન થયું. વધુ યુરિન થાય એ માટે તે ખૂબ પાણી પીતો અને મૂત્રાશયમાં અવરોધને કારણે યુરિન થવામાં તેને તકલીફ થવા લાગી એટલે તે ડૉક્ટર પાસે ગયો. ઘણી વાર દરદીઓ જાતીય સંતોષ મેળવવા માટે પેનિસમાં અમુક-તમુક ઑબ્જેક્ટ્સ અંદર ખોસવાની આદત હોય છે.

china shanghai offbeat news hatke news