કૅન્સરના ઇલાજના પૈસા નહોતા, લૉટરી ખરીદી તો દોઢ કરોડ લાગ્યા

31 October, 2019 11:04 AM IST  |  અમેરિકા

કૅન્સરના ઇલાજના પૈસા નહોતા, લૉટરી ખરીદી તો દોઢ કરોડ લાગ્યા

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના નૉર્થ કૅરોલિનાના પિન્ક હિલ્સમાં રહેતા રૉની ફોસ્ટરને થોડાક મહિનાઓ પહેલાં પેટનું કૅન્સર થયું હોવાનું નિદાન થયું. રૉની રિટાયર્ડ હતા અને સારવારમાં જ્યારે જમાપૂંજી ખર્ચાઈ જવા આવી ત્યારે તેઓ બહુ હતાશ થઈ ગયા. જાન્યુઆરી મહિનામાં જ્યારે કૅન્સર થયું ત્યારે તેઓ બહુ મુંઝાયેલા હતા કે કીમોથેરપીની સારવાર લઈને પણ જો તે જીવી જશે તોય એ પછી તેમનું બૅન્ક-બૅલેન્સ સાવ ખાલી હશે. એ પછીનું જીવતર પણ બહુ દુષ્કર હશે એવી કલ્પનાએ તેઓ થથરી ઊઠતા. એક સ્ટોરમાં તેઓ ફરી રહ્યા હતા ત્યારે વિચાર આવ્યો કે લૉટરી લાગે તો કેવું સારું? એ વિચાર કદાચ સાકાર થશે તો બહુ મદદ થશે એમ વિચારીને તેમણે એક સ્ક્રૅચ કાર્ડ ખરીદ્યું. એક ડૉલરના કાર્ડના બદલામાં તેઓ પાંચ ડૉલર જીત્યા. તેણે આ પાંચ ડૉલરથી મોટી લૉટરીની બે ટિકિટ ખરીદી. પહેલી ટિકિટ વ્યર્થ ગઈ, પણ બીજીએ નસીબ આડેથી પાંદડું હટાવી દીધું.

આ પણ વાંચો : કૂતરાએ બે લોકોને પાછળ બેસાડી દોડાવી ગાડી, જુઓ વાયરલ વીડિયો

આ ટિકિટે તેમને બે લાખ ડૉલરની રકમ જીતાડી. ટૅક્સ બાદ કરતાં તેમના હાથમાં લગભગ એક કરોડ રૂપિયા આવ્યા. હવે રૉનીભાઈ ખુશખુશાલ છે. તળિયાઝાટક થઈ ગયેલા બૅન્ક-અકાઉન્ટમાં પૈસા આવતાં કીમોથેરપીની સારવાર પણ સરળ બની છે અને જે રકમ બચશે એમાંથી બાકીનું જીવન પણ ઠીકઠાક નીકળી જશે.

united states of america offbeat news hatke news