ઑક્ટોપસનો શિકાર કરવા જતાં બાજ ખુદ ઝડપાઈ ગયું, ખેડૂતે તેને બચાવ્યું

14 December, 2019 09:47 AM IST  |  Canada

ઑક્ટોપસનો શિકાર કરવા જતાં બાજ ખુદ ઝડપાઈ ગયું, ખેડૂતે તેને બચાવ્યું

ઑક્ટોપસનો શિકાર કરવા જતાં બાજ ખુદ ઝડપાઈ ગયું

કૅનેડાના વૅનકુંવર આઇલૅન્ડના તટીય વિસ્તારોમાં એક ખેડૂતે બાજ પંખીને ઑક્ટોપસની ચપેટમાંથી છોડાવ્યું હતું. વાત એમ હતી કે જૉન આઇલેટ નામનો ખેડૂત તેના દોસ્તોની સાથે ફ્લોટિંગ હાઉસ તરફ જઈ રહ્યા હતા એ વખતે પાણીમાં જોરજોરથી ફડફડાટ થતો હોય એવો અવાજ અને કોઈ વિચિત્ર જીવની ચીસો સંભળાઈ. તેમણે થોડેક દૂર નજર દોડાવી તો પાણીની સપાટી પર એક ઑક્ટોપસ અને બાજ પંખી વચ્ચે ઝપાઝપી ચાલી રહી હતી. ઑક્ટોપસ બાજને પાણીની અંદર તાણી જવાની કોશિશ કરતો હતો અને બાજ પંખી એની ચીકણી ચુંગાલમાંથી બચવા ફફડાટ કરી રહ્યું હતું. લગભગ પાંચેક મિનિટ સુધી આ લડાઈ ચાલી હશે અને એમાં ઑક્ટોપસે બાજને ઑલમોસ્ટ માત કરી નાખ્યું હતું. એવા સમયે જૉનને લાગ્યું કે હવામાં જે મહારથી છે એ બાજ પંખી પાણીમાં કંઈ જ નથી કરી શકતું. તેને દયા આવી અને તેણે લાકડીની મદદથી ઑક્ટોપસને દૂર ખેંચવાનું શરૂ કર્યું અને જેવી સહેજ પકડ ઢીલી થઈ કે પંખી એમાંથી છૂટીને ઊડી ગયું. 

આ પણ વાંચો : ઍપલના સીરીએ બર્ફીલી નદીમાં કાર સાથે ફસાયેલા યુવકનો જીવ બચાવ્યો

પ્રાણીનિષ્ણાતોનું કહેવું છે કે મોટા ભાગે શિકારી પંખીઓ દરિયાઈ જીવો પર ભારે પડતા હોય છે, પણ આ વખતે અપવાદરૂપે સાવ જ અવળી બાજી પડી હતી.

canada offbeat news hatke news