આ બહેનને હજીયે પોતાના હોઠ હજી વધુ ભરાવદાર બનાવવા છે

21 September, 2019 08:50 AM IST  |  બલ્ગેરિયા

આ બહેનને હજીયે પોતાના હોઠ હજી વધુ ભરાવદાર બનાવવા છે

આ બહેનના હોઠ તો જુઓ હજી ભરાવદાર બનાવવા છે

ફૅશનેબલ અને અટ્રેક્ટિવ દેખાવા માટે લોકો ચહેરા અને બૉડી પર જાતજાતની પ્લાસ્ટિક સર્જરીઓ કરાવે છે. બલ્ગેરિયાની ઍન્ડ્રીઆ એમિલોવા નામની બાવીસ વર્ષની કન્યાએ પણ સુંદર દેખાવા માટે હોઠને ભરાવદાર બનાવવા માટે ત્રણ વાર એમાં ફિલર્સ ભરાવ્યાં છે. એને કારણે ઓરિજિનલ હોઠની સાઇઝ કરતાં ત્રણગણા વધુ પહોળા અને ફુગ્ગાની જેમ ફુલી ગયેલા હોય એવું લાગે છે. આ સાથેની તસવીરો જોઈને એમ લાગે કે હવે કદાચ બહેન પસ્તાવો કરતાં હશે, પરંતુ હકીકત જુદી છે. બહેનને હજીયે સંતોષ નથી. ‌

આ પણ વાંચો : દૂધના પૈસા ન હોવાથી પરિવાર દીકરીને 1.5 લીટર કૉફી પીવડાવે છે

સોફિયા યુનિવર્સિટીમાં જર્મન ફિલોસૉફી વિષય પર ભણી રહેલાં આ બહેનને પોતાના હોઠ વધુ ભરાવદાર બનાવવા છે. અલબત્ત, પ્લાસ્ટિક સર્જ્યનો તેમને ચેતવી રહ્યા છે કે હવે જો વધુ કરશો તો ફાટી જશે. એમ છતાં હજી તેમને હોઠ ભરાવદાર બનાવવા જ છે.

bulgaria offbeat news hatke news