110 માળ ઊંચો બ્રિજ ખુલ્લો મુકાયો ચીનમાં

01 January, 2020 11:00 AM IST  |  China

110 માળ ઊંચો બ્રિજ ખુલ્લો મુકાયો ચીનમાં

110 માળ ઊંચો બ્રિજ

ચીનના ગિયાઝોઉ પ્રાંતમાં પિંગટાંગ અને લુઓડિયાન નામના બે પહાડી ક્ષેત્રોને જોડતો એક બ્રિજ બનાવવામાં આવ્યો છે. કાઓડુ નદીની ઘાટીમાં ટૂરિઝમ વધારવા માટે અને અંતરિયાળ ગામોની કનેક્ટિવિટી વધારવા માટે બે પર્વતોને જોડતો ટાવર-બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ દુનિયાનો સૌથી ઊંચો કૉન્ક્રીટ બ્રિજ છે. ૨૧૩૫ મીટર લાંબા બ્રિજને ગઈ કાલે વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ આખો બ્રિજ ત્રણ ઊંચા ટાવર પર આધારિત છે. નવા બ્રિજથી બે પહાડી વચ્ચેનું ટ્રાવેલિંગ અઢી કલાકને બદલે માત્ર એક જ કલાકમાં પૂરું થઈ શકશે.

આ પણ વાંચો : મંદિરની બહાર મુકાઈ નવ ફુટ ઊંચી ઉંદરની પ્રતિમા

કાઓડુ નદીના ઘાટમાં ૩૩૨ મીટર ઊંચે બનેલો આ બ્રિજ ૧૧૦ માળ ઊંચા ત્રણ ટાવર બરાબર છે. ૨૦૧૬માં એનું કામ શરૂ થયેલું જે હવે ૧૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયું છે. આ બ્રિજ પર ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ વાહન દોડી શકશે. 

china offbeat news hatke news