પંખીગાનની અનોખી સ્પર્ધામાં 1800 પંખીઓએ ભાગ લીધો

26 September, 2019 09:45 AM IST  |  થાઇલૅન્ડ

પંખીગાનની અનોખી સ્પર્ધામાં 1800 પંખીઓએ ભાગ લીધો

પંખીગાનની અનોખી સ્પર્ધામાં 1800 પંખીઓએ ભાગ લીધો

થાઇલૅન્ડના દક્ષિણ પ્રાંત નારથીવટમાં બર્ડ સિંગિંગ કૉમ્પિટિશનની શરૂઆત થઈ ગઈ છે. એમાં થાઇલૅન્ડ ઉપરાંત સિંગાપોર અને મલેશિયાથી પણ ભાગ લેવા માટે પંખીઓ આવ્યા છે. કુલ ૧૮૦૦થી વધુ પંખીઓએ આ પંખીગાન સ્પર્ધામાં ભાગ લીધો છે. પંખીને વળી ગાવાનું? યસ, જરાક અજુગતું લાગે એવું છે, પણ આ પંખીઓને તેમની વિશિષ્ટ બોલીમાં ગાવાની લિટરલી તાલીમ અપાઈ હોય છે.

કોયલ, પોપટ, કબૂતર અને ચકલી જેવાં નાનાં પંખીઓ એમાં ભાગ લે છે. એમાં ભાગ લેવા આવનારા પંખીઓને તેમના માલિકો દ્વારા ચારેક મહિના પહેલાંથી જ ટ્રેઇનિંગ આપવાનું શરૂ કરવામાં આવે છે. દરેક પંખીએ જીતવા માટે ઓછામાં ઓછું ત્રણ વાર ગીત ગાવાનું હોય છે અને એ પણ લગાતાર ૨૫ સેકન્ડ સુધી. એ માટે પંખીઓને પાંજરામાં પૂરવામાં આવે છે, જેમાં તેમને ભાવતી ખાવાપીવાની ચીજો મૂકેલી હોય છે. આ પાંજરા લગભગ ૧૫ ફુટ ઊંચા થાંભલાની ટોચે લટકાવવામાં આવે છે જેથી પંખીઓને પાંજરામાં હોવા છતાં કુદરતી નજારો જોવા મળે.

આ પણ વાંચો : કિચનમાં ટિંગાડેલા આ પેઇન્ટિંગની કિંમત 47 કરોડ રૂપિયા

આયોજકો વારાફરતી તમામ પંખીઓને ગીત ગાવાનું કહે છે. પંખીઓ બુદ્ધિશાળી હોય છે એટલે તેમની બુદ્ધિશક્તિની પણ કસોટી થાય છે. ચારેક રાઉન્ડ બાદ વિજેતા જાહેર થાય છે. ગયા વર્ષે વિજેતાને ૭૦,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવેલું, જે આ વર્ષે વધીને બમણું એટલે કે દોઢ લાખ રૂપિયાનું થઈ ગયું છે.

thailand offbeat news hatke news