આ છે બાયોનિક વુમન : તેના શરીરમાં બે માઇક્રો ચિપ અને ફ્લૅશ લાઇટ બેસાડી

23 December, 2019 09:28 AM IST  |  America

આ છે બાયોનિક વુમન : તેના શરીરમાં બે માઇક્રો ચિપ અને ફ્લૅશ લાઇટ બેસાડી

બાયોનિક વુમન

ક્યારેક કોઈ એક હાદસો જીવનની આખી દિશા અને દશા બદલી નાખે છે. એવું જ કંઈક લિવરપુલમાં રહેતી ૩૧ વર્ષની એન્જિનિયર મહિલા વિન્ટર મેઝ સાથે બન્યું છે. એક કાર-ઍક્સિ‌ડન્ટમાં તેને ગર્દન, ઘૂંટણનાં હાડકાંમાં ભારે માર વાગ્યો હતો તથા એડી પણ તૂટી ગઈ હતી. આ અકસ્માત બાદ તેના પર ઘણી સર્જરી કરવામાં આવી હતી. તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી. જોકે એક પાડોશીએ તેમને સ્માર્ટચિપ લગાવવાની સલાહ આપી, જેને કારણે તેનું જીવન એકદમ સરળ બની ગયું છે. હવે વિન્ટરબહેન અમેરિકામાં ‘બાયોનિક વુમન’ તરીકે જાણીતાં બન્યાં છે.

તેના હાથમાં બે ચિપ ઇમ્પ્લાન્ટ કરવામાં આવી છે. એમાંથી એક ચિપની મદદથી બેઠાં-બેઠાં જ પોતાના ઘરનો દરવાજો ખોલ-બંધ કરવામાં વાપરે છે. આ ચિપ વર્કપ્લેસ પર સિક્યૉરિટી કાર્ડ તરીકે પણ વપરાય છે. બીજા હાથના કાંડામાંની ચિપમાં બિઝનેસ કાર્ડનું કમ્પ્યુટરાઇઝ્‍ડ વર્ઝન સ્ટોર કરાયું છે જે તે ફોન ઉપાડ્યા વિના ચાહે તે વ્યક્તિના ફોનમાં સંદેશ મોકલી શકે છે. હાથની આંગળીઓમાં મૅગ્નેટ અને એક હાથની કોણી પર બે ફ્લૅશ લાઇટ ઇમ્પ્લાન્ટ કરાવી છે.

આ પણ વાંચો : શિમલામાં 37 વર્ષ પછી ચાઇમ્સ બેલની ગુંજ સંભળાશે

પહેલી નજરે લગભગ યુઝલેસ જણાતી આવી સગવડ ધરાવતું મૉડિફિકેશન કર્યા પછી વિન્ટરબહેન બહુ ખુશ છે અને તેમને લાગે છે કે ચિપ લગાવ્યા બાદ મારું જીવન ઘણું સરળ બની ગયું છે.

united states of america offbeat news hatke news