બરાક ઓબામાએ હાઈ સ્કૂલમાં પહેરેલી બાસ્કેટબૉલની જર્સી 85 લાખમાં વેચાઈ

21 August, 2019 10:21 AM IST  |  અમેરિકા

બરાક ઓબામાએ હાઈ સ્કૂલમાં પહેરેલી બાસ્કેટબૉલની જર્સી 85 લાખમાં વેચાઈ

બરાક ઓબામાની જર્સી

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા જ્યારે ૧૮ વર્ષના હતા ત્યારે એટલે કે ૧૯૭૮-૭૯ની સાલમાં બાસ્કેટબૉલની ટીમમાં ૨૩ નંબરની જર્સી પહેરી હતી. આ જર્સી ૩૯ વર્ષ બાદ ઑક્શનમાં મુકાઈ હતી. એમ માટે લગભગ ૨૭ જણે બોલી લગાવી હતી. એક લાખ ડૉલરથી બોલીની શરૂઆત થઈ હતી અને ૧,૨૦,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૮૫ લાખ રૂપિયામાં એ વેચાઈ હતી. આ જર્સી તેમની સ્કૂલના જુનિયર પીટર નોબલે ઑક્શનમાં મૂકી હતી. પંચાવન વર્ષના પીટર પાસેથી આ જર્સી અમેરિકાના જ એક સંગ્રહકર્તાએ ખરીદી હતી, પણ એનું નામ જાહેર કરવામાં નહોતું આવ્યું.

આ પણ વાંચો : કોણ છે આ વ્યક્તિ જે ટીવીનો માસ્ક પહેરીને લોકોના ઘરે જૂના ટીવી મૂકીને આવે છે?

ઓબામા જ્યારે હવાઈની પુનાહો હાઈ સ્કૂલમાં ભણતા હતા ત્યારે પહેરી હતી. બાસ્કેટબૉલની ગેમ ઓબામાને બહુ જ ગમતી હોવાથી વાઇટ હાઉસમાં પણ તેઓ પોતાના સ્ટાફ, મહેમાનો, સેલિબ્રિટીઝ અને સગાસંબંધીઓ સાથે બાસ્કેટબૉલ રમતા જોવા મળી જતા હતા. પીટર નોબલ એ જ હાઈ સ્કૂલમાં ઓબામાથી ત્રણ વર્ષ પાછળ અભ્યાસ કરતા હતા. પીટરે ઑક્શનમાં મળેલી રકમમાંથી થોડીક રકમ આ સ્કૂલને પણ દાનમાં આપશે.

barack obama offbeat news hatke news