મહિલા સંસદસભ્યે પરીક્ષા આપવા માટે 8 હમશકલનો ઉપયોગ કર્યો

23 October, 2019 11:05 AM IST  |  બંગલાદેશ

મહિલા સંસદસભ્યે પરીક્ષા આપવા માટે 8 હમશકલનો ઉપયોગ કર્યો

બંગલાદેશનાં સંસદસભ્ય તમન્ના નુસરત

બંગલાદેશનાં સંસદસભ્ય તમન્ના નુસરત ઓપન યુનિવર્સિટીમાંથી આર્ટ્‍‍‍‍‍સની પરીક્ષા આપી રહ્યા હતા અને એ ઉપરાંત તેઓ કેટલાક પ્રોફેશનલ કોર્સ પણ કરી રહ્યા હતા. યુનિવર્સિટીની કુલ ૧૩ ટેસ્ટમાં આ બહેને પોતે નહીં પરંતુ પોતાના જેવી દેખાતી હમશકલનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ સ્થાનિક ટીવી ચૅનલે કર્યો હતો. આ ચૅનલે એક્ઝામ હૉલમાં ઘૂસીને લાઇવ શોના માધ્યમથી તમન્ના નુસરતની હમશકલ સાથે વાતચીત પણ કરી હતી. બહેને પોતાના બદલે ૮ હમશકલ મહિલાઓને હાયર કરી હતી. આ ભાંડો ફોડવા માટે ટીવી ચૅનલનો કૅમેરામૅન ડાયરેક્ટ એક્ઝામ હૉલમાં જ ઘૂસી ગયો અને તમન્ના નુસરતની જગ્યાએ પરીક્ષા આપી રહેલી યુવતી સાથે વાતચીત કરતાં આ પર્દાફાશ થયો હતો.

આ પણ વાંચો : ફૂટબ્રિજમાં અટકાયું વિમાન, ટ્રક ડ્રાઈવરે જુગાડ કરી કાઢ્યું બહાર

ટીવી ચૅનલનો દાવો હતો કે યુનિવર્સિટીના કેટલાય જવાબદાર ઑફિસરોને આ બાબતે ખબર હતી કે પરીક્ષા આપનાર સંસદસભ્ય નહીં, પણ તેની હમશકલ છે. અમે છતાં તેઓ ચૂપ હતા. એક્ઝામ હૉલની બહાર બાઉન્સર્સ તહેનાત રાખવામાં આવ્યા હતા જે નકલી તમન્નાઓની સુરક્ષા જોતા હતા. આ ઘટના પછી યુનિવર્સિટીએ મહિલા સંસદસભ્યને બરખાસ્ત કરી દીધા છે.

bangladesh offbeat news hatke news