ડોરિયન તોફાન વખતે કાટમાળમાં ફસાઈ ગયેલો ડૉગી એક મહિને જીવતો મળ્યો

09 October, 2019 09:48 AM IST  |  બહામાસ

ડોરિયન તોફાન વખતે કાટમાળમાં ફસાઈ ગયેલો ડૉગી એક મહિને જીવતો મળ્યો

તોફાનમાં ફસાયેલો ડોગી એક મહિને જીવતો મળ્યો

બહામાસમાં આવેલા ઝંઝાવાતી તોફાનની વિદાયને હવે તો એક મહિનો થઈ ગયો છે. જોકે એ પછીયે રાહતકર્મીઓ તબાહી પામેલા વિસ્તારોમાં રાતદિવસ એક કરીને બધું સેટલ કરવામાં લાગ્યા છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં આવેલા ડોરિયન તોફાનને કારણે ૫૮ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૬૦૦ લોકો તો હજી લાપતા છે. ખોવાયેલા લોકોની શોધ માટે સ્થાનિક સરકાર કાટમાળ ખસેડીને સાફસફાઈ કરવાનું અભિયાન કરી રહી હતી ત્યારે બિગ ડૉગ રેસ્ક્યુ ટીમને એક ડૉગી કાટમાળમાં પડેલો મળ્યો હતો. બચાવટીમના કહેવા મુજબ આ ડૉગી કાચના ટુકડા અને કાટમાળની વચ્ચે બખોલ જેવી જગ્યાએ ફસાઈ ગયો હતો. જોકે અહીં વરસાદનું પાણી અંદર ટપકતું રહ્યું હતું. એ પાણી પીને ડૉગી જીવી ગયો હતો.

આ પણ વાંચો : હવામાં ઊડતા-ઊડતા જમોઃ નૉએડામાં ખૂલી ૧૬૦ ફુટ ઊંચે ઝૂલતું રેસ્ટૉરાં

જોકે કંઈ જ ખાવા ન મળ્યું હોવાથી તે એટલો પાતળો અને કમજોર થઈ ગયો હતો કે તેને જ્યારે બચાવવામાં આવ્યો ત્યારે તે માથું પણ ઊંચકી નહોતો શકતો. તેને મેડિકલ સારવાર અપાઈ રહી છે અને તેની રિકવરી પણ સારી છે. આ ડૉગીનું નામ મિરૅકલ રાખવામાં આવ્યું છે. જો તેનો જૂનો માલિક દાવો કરવા નહીં આવે તો સાજા થયેલા મિરૅકલને બીજા કોઈ પરિવારમાં દત્તક આપવામાં આવશે.

bahamas offbeat news hatke news