ભૂલથી BSPને બદલે BJPને વોટ આપી દેતા પોતાની જ આંગળી કાપી નાખી

20 April, 2019 12:55 PM IST  | 

ભૂલથી BSPને બદલે BJPને વોટ આપી દેતા પોતાની જ આંગળી કાપી નાખી

આ શું કર્યું

ગુરુવારે ૧૨ રાજ્યની ૯૫ બેઠક પર યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સરેરશ ૬૩ ટકા મતદાન થયું છે. બીજા તબક્કામાં ઉત્તર પ્રદેશની આઠ બેઠક માટે પણ મતદાન થયું હતું. મતદાન દરમ્યાન બુલંદ શહેરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીંના શિકારપુર વિસ્તારમાં એક દલિત મતદાતાએ ગુરુવારે લોકસભાના બીજા તબક્કા માટે મતદાન કર્યું હતું.

રિપોર્ટ પ્રમાણે વ્યક્તિએ બસપાને વોટ આપવાનો હતો, પરંતુ ભૂલથી તેણે કમળનું બટન દબાવી દીધું હતું. આ વ્યક્તિને પોતાની ભૂલનો એટલો પસ્તાવો થયો કે તેણે પોતાની આંગળી જ કાપી નાખી હતી.

બુલંદ શહેરના શિકારપુરસ્થિત અબ્દુલ્લાપુર હુલાસન ગામના ૨૫ વર્ષીય પવન કુમાર મહાગઠબંધનના ઉમેદવાર યોગેશ વર્માને વોટ આપવા ગયા હતા. જોકે ભૂલથી તેમણે બીજેપીના ઉમેદવાર ભોલા સિંહને વોટ આપી દીધો હતો. પવન પોતાની ભૂલથી એટલો દુ:ખી થઈ ગયો કે તેણે પોતાની આંગળી જ કાપી નાખી હતી.

આવું કર્યા બાદ તેણે સોશ્યલ મીડિયા ટ્વિટર પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે આના પાછળનું કારણ જણાવ્યું હતું. પવને કહ્યું હતું કે મારી ભૂલ પર પસ્તાવો કરતાં મેં મારી આંગળી કાપી નાખી છે.

bihar offbeat news hatke news Election 2019