ફુટબૉલના મેદાનમાં આર્ટવર્કના નામે જંગલ ઉગાડવામાં આવ્યું

08 September, 2019 09:15 AM IST  |  ઑસ્ટ્રિયા

ફુટબૉલના મેદાનમાં આર્ટવર્કના નામે જંગલ ઉગાડવામાં આવ્યું

ફુટબૉલ મેદાન બની ગયું જંગલ

ઑસ્ટ્રિયાના ક્લેગનફર્ટ શહેરમાં જ્યાં યુરો ૨૦૦૮ની ટુર્નામેન્ટની મહત્વની ફુટબૉલ મૅચો રમાઈ હતી એ વોર્થેર્સી સ્ટૅડિયમ અત્યારે જંગલમાં તબદિલ થઈ ગયું છે. ૩૨,૦૦૦ લોકો બેસીને મૅચ જોઈ શકે એવી કૅપેસિટી ધરાવતા આ ગ્રાઉન્ડમાં જંગલ આપમેળે ઊગી નથી નીકળ્યું પરંતુ જાણી કરીને બનાવામાં આવ્યું છે. બાકી, આ સ્ટેડિયમની જાળવણી બહુ જ સારી રીતે થઈ રહી હતી, પરંતુ ખાસ આર્ટવર્ક અને સંદેશો આપવા માટે અહીં છોડ ઉગાડવામાં આવ્યા છે જેથી જંગલ જેવી ફીલ આવે. આ જંગલમાં જોવા મળતા ૩૦૦ વૃક્ષો હાલમાં માથાસમાણાં થઈ ગયાં છે. આ ઇન્સ્ટૉલેશનનું નામ છે ફૉરફૉરેસ્ટ, જે લોકોને જોવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ૨૭ ઑગસ્ટ સુધી સ્ટેડિયમને આમ જંગલમય રાખવામાં આવશે અને પછી એને સાફ કરીને પહેલાં જેવું બનાવી દેવાશે.

austria offbeat news hatke news