તોડફોડ પણ સંભાળીને કરવામાં આવે તો આર્ટ બની જાય

08 September, 2019 08:54 AM IST  | 

તોડફોડ પણ સંભાળીને કરવામાં આવે તો આર્ટ બની જાય

ગ્લાસ આર્ટ

કળામાં હંમેશાં કશુંક નવું સર્જન થતું હોય છે. જોકે અમુક વસ્તુને ખતમ કરવાની પ્રક્રિયા પણ આર્ટિસ્ટિક બની શકે છે. કાચ તૂટે અને એમાંથી આર્ટવર્ક નિર્માણ થાય એ માટે વધુ કુશળતાની જરૂર પડે. આવી અનોખી સ્કિલ સ્વિસ આર્ટિસ્ટ સિમોન બર્જરના હાથમાં છે.

આ ભાઈએ કાચની અંદર તિરાડો પાડવાના કામને એટલું ગંભીરતાથી લીધું છે કે એમાંથી તેઓ લોકોના પોર્ટ્રેટ ચહેરા અને આર્ટવર્ક બનાવે છે. કાર્પેન્ટરનું કામ કરતા સિમોને લેમિનેટેડ ગ્લાસ પર હથોડી અને ટાંકણું પછાડીને એવી રીતે તિરાડો પાડે છે કે એમાંથી આર્ટ નિર્માણ પામે છે. સિમોને એટલી બારીકાઈથી આ કામ કર્યું છે કે એનાથી અદ્દલ મોડલના ચહેરા નિર્માણ થાય છે.

આ પણ વાંચો : વાવાઝોડાથી બચાવવા કિચનમાં કાર ઘુસાડી દીધી

આ માટે ભાઈસાહેબ પહેલાં ફોટોગ્રાફ હાથમાં લઈને એનો ‌ડીપ સ્ટડી કરે છે અને પછી લેમિનેટેડ ગ્લાસ પર હલકા, મધ્યમ, ભારે હથોડા ભારીને એમાંથી એ ફોટોગ્રાફ મુજબનો ચહેરો કાચમાં ઉપસાવે છે.

offbeat news hatke news