લાકડાના થડમાંથી બન્યાં છે આ હૂબહૂ પ્રાણીઓનાં શિલ્પો

18 July, 2019 09:30 AM IST  | 

લાકડાના થડમાંથી બન્યાં છે આ હૂબહૂ પ્રાણીઓનાં શિલ્પો

લાકડાના થડમાંથી બન્યાં છે આ હૂબહૂ પ્રાણીઓનાં શિલ્પો

તમે લાકડામાંથી કાર્વિંગ કરીને અવનવી ડિઝાઇનો બનાવતા શિલ્પીઓ ઘણા જોયા હશે, પણ આ સાથે મૂકેલાં સ્પેનિશ આર્ટિસ્ટ ગેરાર્ડ માસે તૈયાર કરેલાં શિલ્પો જોઈને છક્ થઈ જ જવાશે. એક પાકટ ઝાડના થડના કટકાને કાચપેપર દ્વારા ઘસીઘસીને ચોક્કસ પ્રાણીનો આકાર આપે છે. જોકે એ પછી રંગ આપવા માટે ચોક્કસ માત્રામાં લાકડાને સળગાવે ત્યારે લિટરલી જીવ અધ્ધર થઈ જાય.

આ પણ વાંચો : સિક્કો ગળાઈ ગયો હોવાથી 12 વર્ષ સુધી આ બહેન મૂંગા થઈ ગયેલાં

જર્મન શેફર્ડ પ્રજાતિના ડૉગીની કેટલીક પ્રતિકૃતિઓ અદ્ભુત છે. ગેરાર્ડ લાકડા સિવાય પણ અન્ય મટીરિયલમાં પણ કાબિલેદાદ કાર્વિંગ કરવામાં માસ્ટરી ધરાવે છે.

offbeat news hatke news