100 જવાનોએ બરફમાં 4 કલાક ચાલીને ગર્ભવતી મહિલાને હૉસ્પિટલ પહોંચાડી

16 January, 2020 08:32 AM IST  | 

100 જવાનોએ બરફમાં 4 કલાક ચાલીને ગર્ભવતી મહિલાને હૉસ્પિટલ પહોંચાડી

જવાન

ભારતીય લશ્કરની દિલેરીના કિસ્સા હંમેશાં ચર્ચાતા હોય છે. મંગળવારે પણ સેનાના ૧૦૦ જવાનોએ લગભગ ૩૦ સ્થાનિક લોકો સાથે મળીને એક ગર્ભવતી મહિલાને હૉસ્પિટલ પહોંચાડી હતી, જ્યાં તેણે એક પુત્રીને જન્મ આપ્યો હતો. વાસ્તવમાં શમીમા નામની આ મહિલાને પ્રસવની પીડા ઊપડતાં તેને હૉસ્પિટલ પહોંચાડવા સ્થાનિક લોકોએ જવાનોની મદદ માગી હતી. લગભગ ૧૦૦ જેટલા જવાનો કમર સુધીના બરફમાં સ્ટ્રેચર લઈને મદદ કરવા પહોંચ્યા હતા અને તેમણે ગર્ભવતી મહિલાને સ્ટ્રેચર પર સુવડાવી ૪ કલાક બાદ સુરક્ષિત રીતે હૉસ્પિટલ પહોંચાડી હતી. 

 

 

આ ઘટનાનો વિડિયો રીટ્વીટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનોની પ્રશંસા કરવા ઉપરાંત મા-દીકરીને સારા સ્વાસ્થ્યની શુભેચ્છાઓ આપી હતી. મોદીએ ટ્વીટ કરી કહ્યું હતું કે ‘જ્યારે પણ લોકોને મદદની જરૂર પડી છે તેમણે લશ્કરની મદદ માગી છે અને લશ્કરના જવાનોએ આગળ વધીને સંભવ મદદ કરી છે. લશ્કરના જવાનોની આ ભાવનાની હું પ્રશંસા કરું છું તથા મા-દીકરીના સારા સ્વાસ્થ્યની કામના કરું છું.’

offbeat news hatke news indian army national news