54 કલાકમાં ચાર વાર ઇંગ્લિશ ચૅનલ પાર કરનારી પહેલી મહિલા

19 September, 2019 09:42 AM IST  |  અમેરિકા

54 કલાકમાં ચાર વાર ઇંગ્લિશ ચૅનલ પાર કરનારી પહેલી મહિલા

54 કલાકમાં ચાર વાર ઇંગ્લિશ ચૅનલ પાર કરનારી પહેલી મહિલા

અમેરિકાની સારા થોમસ નામની ૩૭ વર્ષની મહિલાએ લગાતાર ચાર વાર ઇંગ્લિશ ચૅનલ પાર કરવાનું અભૂતપૂર્વ કાર્ય પાર પાડ્યું છે. આ ઉપલબ્ધિને તેણે કૅન્સર પીડિતોને સમર્પિત કરી છે કેમ કે એક સમયે તે પોતે બ્રેસ્ટ-કૅન્સરથી પીડિત હતી. હજી એક વર્ષ પહેલાં જ તે કૅન્સરની સારવારમાંથી બહાર આવી છે. તેણે ઇંગ્લૅન્ડના કોલોરાડોથી તરવાનું શરૂ કર્યું હતું અને ૫૪ કલાક બાદ ડોવર તટ પર સવારે સાડા છ વાગ્યે તેણે ચોથું ચક્કર પૂરું કર્યું હતું. આ કારનામું પાર પાડ્યા પછી ખુદ સારા પણ અચંબિત હતી. સારાએ કહ્યું હતું કે, ‘સ્વિમિંગ દરમ્યાન તેને ઘણી વાર જે‌લીફિશનો સામનો કરવો પડ્યો હતો. જોકે હજીયે મને વિશ્વાસ નથી પડી રહ્યો કે મેં નક્કી કરેલું એ કામ પૂરું કરી દીધું છે. પૂરા ૫૪ કલાક સુધી મેં માત્ર ઇલેક્ટ્રાલ અને કૅફીનયુક્ત પીણાં જ લીધા હતા. સાચું કહું તો હવે મારી ખુશી વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. મારો અવાજ જાણે બેસી ગયો છે.’

આ પણ વાંચો : જેલમાં ફ્રીમાં પ્રીમિયમ ટીવી ચૅનલ જોઈ શકાય એ માટે યુવકે ગુનો કર્યો

ખારા પાણીમાં તરતા રહેવાને કારણે સારાના ગળા, મોં અને જીભને સૌથી વધુ ‌નુકસાન પહોંચ્યું છે. જ્યારે તેણે આ સ્ટન્ટની શરૂઆત કરેલી ત્યારે તે થોડીક ડરેલી હતી, પણ પછી તેણે વિચાર્યું કે આ કામ તેના પોતાના માટે નહીં, પણ કૅન્સરપીડિતો માટે છે જેણે તેને હિંમત આપી.

offbeat news hatke news