જંગલી રૅકૂન મરી જતાં માલિકણે સોશ્યલ મીડિયામાં પોક મૂકી

04 November, 2019 09:42 AM IST  |  અમેરિકા

જંગલી રૅકૂન મરી જતાં માલિકણે સોશ્યલ મીડિયામાં પોક મૂકી

જંગલી રૅકૂન

પાળેલાં પશુઓની લોકપ્રિયતા અનોખી હોય છે. ઉત્તર અમેરિકાનું સર્વાહારી રીંછ જેવું રૅકૂન પ્રાણી એક મહિલાએ પાળ્યું હતું. પમ્પકિન નામનું એ રૅકૂન સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામના યુઝર્સમાં ખૂબ લોકપ્રિય હતું. રૅકૂન પમ્પકિનને પીત્ઝા, આવાકડો ફ્રૂટ અને ઈંડાં ખૂબ ભાવતાં હતાં. ટોફી અને ઓરેયો નામના બે પાળેલા શ્વાનોની સાથે રહેતા રૅકૂનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર બહુ ફેમસ હતી.

તાજેતરમાં પાંચ વર્ષની ઉંમરે તે મૃત્યુ પામ્યું ત્યારે એની માલિકણ લૉરા યંગે ઑનલાઇન પોક મૂકી હતી. ઇન્સ્ટાગ્રામ પર પમ્પકિનના ૧૪ લાખ ફૉલોઅર્સ સમક્ષ તે લગભગ ‘મૈં લૂટ ગઈ, મૈં બરબાદ હો ગઈ’ જેવી ભાષામાં રોદણાં રડી હતી.

આ પણ વાંચો : પાંચ બેડરૂમના એક બંગલામાં 147 પ્લગ-સૉકેટ્સ!

૨૦૧૪માં બહામાઝમાં લૉરા યંગની મમ્મી રોઝી કૅમ્પના ઘરની પાછળના ભાગમાંથી મળેલું પમ્પકિન લૉરા માટે કપરા કાળમાં સાંત્વન, હૂંફ અને આધારરૂપ બન્યું હતું. રોઝી કૅમ્પ રૅકૂનને સાચવવામાં અસમર્થ હોવાથી તેણે એ પશુ તેની ૩૩ વર્ષની દીકરી લૉરા અને તેના ૩૫ વર્ષના પતિ વિલિયમને સોંપ્યું હતું. લૉરાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે ‘પમ્પકિનને લીધે મને જીવવાનું કારણ મળ્યું. પમ્પકિને મને આત્મવિશ્વાસ આપ્યો.’

united states of america offbeat news hatke news