બિકિની રાઉન્ડમાં મિસ ફ્રાન્સ રૅમ્પ પર જ લપસી ગઈ, તેણે ઊઠીને કહ્યું...

10 December, 2019 09:05 AM IST  |  America

બિકિની રાઉન્ડમાં મિસ ફ્રાન્સ રૅમ્પ પર જ લપસી ગઈ, તેણે ઊઠીને કહ્યું...

મિસ ફ્રાન્સ

અમેરિકાના ઍટલાન્ટામાં મિસ યુનિવ‌ર્સ ૨૦૧૯ની સ્પર્ધા દરમ્યાન બિકિની રાઉન્ડ ચાલી રહ્યો હતો ત્યારે ફર્શ ભીની હોવાને કારણે ઘણી સ્પર્ધકો લપસતાં-લપસતાં બચી હતી, જ્યારે ફ્રાન્સનું પ્રતિનિધિત્વ કરતી માએવા કૂચ નામની યુવતી તો લિટરલી લપસીને ભોંય ભેગી જ થઈ ગઈ હતી અને તેના ખભે લગાવેલું કપડું પણ સરકી ગયું હતું.

એમ છતાં તે બીજી જ પળે હસતી-હસતી ઊભી થઈ. દર્શકો સ્તબ્ધ હતા, પણ તેણે પોતે તાળીઓ પાડીને જજની સામે જોયું અને ત્યાંથી એ જ આત્મવિશ્વાસભરી અદા સાથે નીકળી ગઈ.

આ પણ વાંચો : 35.65 કરોડ રૂપિયાનો જૅકપૉટ લાગ્યાની જાણ ફેસબુક પરથી થઈ

આ ઘટના પછી મિસ માએવાએ ઇન્સ્ટાગ્રામ પર પોતે પડી ગયેલી એ ઘટનાનો વિડિયો શૅર કરીને લખ્યું હતું, ‘આ ઘટના પરથી મને એટલું શીખવા મળ્યું કે એક સ્ત્રીના જીવનમાં પડી ગયા પછી ઊઠીને ફરીથી કામે લાગી પડવું એ બહુ જ મહત્વપૂર્ણ વાત છે.’

atlanta united states of america offbeat news hatke news