શરૂ થઈ છે ડરામણી અને ગંદીગોબરી ઢીંગલીઓની સ્પર્ધા

30 October, 2019 09:39 AM IST  |  અમેરિકા

શરૂ થઈ છે ડરામણી અને ગંદીગોબરી ઢીંગલીઓની સ્પર્ધા

ડરામણી ઢીંગલીઓ

હૅલોવીન ફેસ્ટિવલના ભાગ રૂપે અમેરિકાના મિનેસોટા મ્યુઝિયમમાં એક અતિવિ‌ચિત્ર સ્પર્ધા યોજાઈ છે. આ મ્યુઝિયમમાં નવ અત્યંત ડરામણી અને વિચિત્ર દેખાતી ઢીંગલીઓ છે. ઑલ્મ્સ્ટેડ કાઉન્ટીના હિસ્ટરી સેન્ટરે આ મ્યુઝિયમની નવ ઢીંગલીઓમાંથી કઈ સૌથી વધુ ડરામણી અથવા સૌથી અરોચક લાગે છે એ માટે લોકોને વોટ આપવાની અપીલ કરી છે. સોશ્યલ મીડિયા યુઝર્સે પોતાનો વોટ આ સેન્ટરના ફેસબુક કે ઇન્ટાગ્રામ પેજ પર જઈને આપવાનો છે. બીજી નવેમ્બર સુધી આ સ્પર્ધા ચાલશે. સોમવારે કોને સૌથી વધુ વોટ મળ્યા છે એના આધારે રિઝલ્ટ જાહેર થશે.

આ પણ વાંચો : 70 વર્ષ જૂની સોનાની ઘડિયાળ વેચાવા નીકળી છે, કિંમત છે 99 કરોડ રૂપિયા

અહીં કેટલીક ઢીંગલીઓ એવી છે જેને હાથમાં ઊંચકતાં જ એ આંખો ખોલબંધ કરે છે. કેટલીક ડૉલ્સની આંખમાં આંખ પરોવીને જુઓ તો એ કીકી પણ તમારી તરફ આમતેમ ફેરવી શકે છે.

united states of america offbeat news hatke news