ડૉગી બિલાડીને પકડવા ઝાડ પર ચડી ગયો, ઉતારવા ફાયરબ્રિગેડ બોલાવી

21 December, 2019 10:17 AM IST  |  America

ડૉગી બિલાડીને પકડવા ઝાડ પર ચડી ગયો, ઉતારવા ફાયરબ્રિગેડ બોલાવી

ચસકેલ ડૉગી

અમેરિકાના કૅલિફૉર્નિયામાં શેરોન થર્સ્ટન નામની મહિલાનો પાળેલો બે વર્ષનો જર્મન શેફર્ડ ડૉગી એક બિલાડીનો પીછો કરતાં-કરતાં ઝાડ પર ચડી ગયો હતો. જોકે એ પછી એ એટલો ઊંચે પહોંચી ગયો કે એને નીચે ઉતારવા અને બચાવવા માટે ફાયરબ્રિગેડના જવાનોએ મહેનત કરવી પડી હતી. ગયા શનિવારે કૅલિફૉર્નિયાના સેક્રેમેન્ટો શહેરના બગીચામાં શેરોન થર્સ્ટન તેમના તોફાની ડૉગીને લઈને ફરવા નીકળ્યાં ત્યારે આ ઘટના બની હતી.

આ પણ વાંચો : ભાવિ પત્ની સામે વટ પાડવા આ ભાઈએ 218 ટનની ટ્રેન ખેંચી

ડૉગી એક બિલાડીને જોઈને એની પાછળ દોડ્યો અને ઝાડ પર ચડી ગયો. ઝાડની એક નબળી ડાળી પર પહોંચી ગયેલો ડૉગી નીચે ઊતરી શક્યો નહોતો. શેરોન થર્સ્ટને ફાયરબ્રિગેડને ફોન કર્યો ત્યારે એના અધિકારી લેરી મૅડોસ્કી એ વાત માની શકતા નહોતા. તેઓ ઘટના સાચી હોવાની ખાતરી કર્યા બાદ ફાયર-ફાઇટર્સની ટીમ લઈને પાર્કમાં પહોંચ્યા અને ડૉગી બેબીને બચાવી લીધો હતો.

united states of america offbeat news hatke news california