પાંચ વર્ષનો આ બળદ છે જસ્ટ 26.6 ઇંચનો

22 August, 2019 09:50 AM IST  |  અમેરિકા

પાંચ વર્ષનો આ બળદ છે જસ્ટ 26.6 ઇંચનો

પાંચ વર્ષનો આ બળદ છે જસ્ટ 26.6 ઇંચનો

અમેરિકાના આયોવાના કેલોનામાં રહેતા શેલી ગાર્ડનરના પરિવારે બે વર્ષ પહેલાં એક બળદ ખરીદ્યો હતો. એનું નામ છે હેઇકેન્સ આર્ક જુપિટર. એનું નામ ભલે આટલું મોટું હોય પણ કદ બહુ ટચૂકડું છે એટલે એનું હુલામણુ નામ પણ ટૂંકાવીને હમ્ફ્રી છે. જ્યારે એ બળદને ખરીદ્યો હતો ત્યારે ગાર્ડનર પરિવારને હતું કે આ નાનું બચ્ચું છે, પણ હકીકતમાં એ વખતે ત્રણ વર્ષનો ઝેબુ પ્રજાતિનો પુખ્ત બળદ હતો. શેલીનું કહેવું છે કે એ વખતે તેમને અંદાજ પણ નહોતો કે આ વાછરડું નહીં, પણ પુખ્ત બળદ છે. કદાચ આટલું નાનું કદ ધરાવતો પુખ્ત બળદ હોય એવો વિચાર પણ સામાન્ય માણસને ન જ હોય. ઘરે લાવ્યા પછી એનું કદ જરાય વધી રહ્યું નહોતું એટલે તેમને એની અસલિયત ખબર પડી. જોકે નાનું કદ હોવાની સાથે હમ્ફ્રી બહુ રમતિયાળ અને આનંદી સ્વભાવનો છે એટલે ગાર્ડનર પરિવારને તો બહુ મજા પડી ગઈ.

આ પણ વાંચો : બરાક ઓબામાએ હાઈ સ્કૂલમાં પહેરેલી બાસ્કેટબૉલની જર્સી 85 લાખમાં વેચાઈ

હાલમાં એની હાઇટ ૨૬.૬ ઇંચની છે જે સૌથી ટચૂકડા બુલનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ધરાવતા કૅલિફૉનિયાના શેગ્સ ગોલ્ડન બૉય કરતાં ૧.૫ ઇંચ જેટલી ઓછી છે. એને કારણે હવે સૌથી ટચૂકડા બળદનો ખિતાબ હમ્ફ્રીને પહેરાવવામાં આવ્યો છે.

offbeat news hatke news