103 વર્ષે સ્કાયડાઇવિંગ કરનારાં વિશ્વનાં સૌથી ઓલ્ડેસ્ટ દાદીને મળો

21 August, 2019 09:56 AM IST  |  અમેરિકા

103 વર્ષે સ્કાયડાઇવિંગ કરનારાં વિશ્વનાં સૌથી ઓલ્ડેસ્ટ દાદીને મળો

બિન્દાસ દાદી

અમેરિકાના સીએટલ શહેરમાં રહેતાં ૧૦૩ વર્ષના દાદી કૅથરિન હોજીસે ગયા અઠવાડિયે સ્કાયડાઇવિંગ કરીને રેકૉર્ડ બનાવ્યો અને તેમના પરિવારજનોને જ નહીં, વિશ્વને પણ ચકિત કરી દીધું હતું. વાત એમ હતી કે તેમનો દીકરો વૉરેન હોજીસ ઘણી વાર સ્કાયડાઇવિંગ કરી ચૂક્યો હતો અને તેની ઇચ્છા હતી કે તેની બહાદુર મમ્મી પણ એ ટ્રાય કરે. ૧૦૩ વર્ષની ઉંમરે કિટી તરીકે પોતાને ઓળખાવતાં કૅથરિને એક સ્કાઇડા‌ઇવિંગ સ્કૂલના ઇન્સ્ટ્રક્ટરની મદદથી ૧૦,૦૦૦ ફુટ ઊંચે ઊડી રહેલા પ્લેનમાંથી કૂદકો માર્યો હતો.

આ પણ વાંચો : આ હૉસ્પિટલમાં પહોંચતાં જ દર્દીનું બ્લડપ્રેશર નૉર્મલ થઈ જાય છે

આ સ્ટન્ટ તેમના દીકરા વૉરેન અને અન્ય સગાસંબંધીઓએ લાઇવ નિહાળ્યો હતો અને દાદીને પ્રોત્સાહન આપ્યું હતું. ઑસ્ટ્રેલિયામાં કોઈ મહિલાએ ૧૦૨ વર્ષે સ્કાયડાઇવિંગ કર્યું હોવાનું નોંધાયું છે જોકે કિટી એનાથી એક વર્ષ મોટાં છે એટલે તેમના દીકરાએ દાદીના આ પરાક્રમ માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ માટે દાવેદારી નોંધાવી છે. 

offbeat news hatke news