એક પ્રોટેસ્ટરે પાળેલો સિંહ લાવીને બધાને ડરાવ્યા, વીડિયો વાયરલ

26 November, 2019 08:44 AM IST  |  Iraq

એક પ્રોટેસ્ટરે પાળેલો સિંહ લાવીને બધાને ડરાવ્યા, વીડિયો વાયરલ

એક પ્રોટેસ્ટરે પાળેલો સિંહ લાવીને બધાને ડરાવી દીધા

સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવાનું હોય ત્યારે વિશાળ જનમેદનીનું ટોળું બેફામ બની જતું હોય છે. ઈરાકમાં છેલ્લા ઘણા દિવસોથી જનતા રોડ પર ઊતરી આવી છે. ટાયરો બાળવા અને નારાબાજીવાળા સરઘસોની ભરમાર શરૂ થઈ છે. ટોળાને નાથવા માટે પોલીસ પણ બહુ જ કડક પગલાં લઈ રહી છે. ઠેર-ઠેર લોકોના જમાવડાઓને દૂર કરવા માટે ઈરાકના બાબેલ પ્રાંતમાં તો પોલીસ ડાઘિયા કૂતરા લઈને ઊતરી હતી. કૂતરાઓના ડરથી જનતા તિતરબિતર થઈ જતી હતી, જોકે આવું એકાદ વાર થયું એટલે એક પ્રોટેસ્ટર પોતાના ઘરમાં પાળેલો સિંહ લઈને નીકળી પડ્યો. અલબત્ત, એ સિંહ સાંકળના પટ્ટેથી બાંધેલો હતો, પણ સિંહ જોઈને પોલીસ અને એના પાળતુ ડૉગીઝ ઊભી પૂંછડીએ ભાગ્યા. સોશ્યલ મીડિયા પર એક યુવક કારમાંથી પાળેલા સિંહને લઈને રોડ પર ઊતરે છે એ ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે.

આ પણ વાંચો : ત્રણ વર્ષથી આ મગરના ગળામાં ફસાયેલું છે મોટરસાઇકલનું ટાયર

સિંહને જોઈને રોડ ખાલી થઈ જાય છે અને સિંહભાઈ સાઇડમાં જઈને રોડ પર આરામ ફરાવતા બેસી જાય છે. એનો માલિક પણ ચેઇન સાથે એની બાજુમાં બેસી જાય છે. આ વિડિયો જોઈને સોશ્યલ યુઝર્સની કમેન્ટ્સ આવી છે કે આ ને કહેવાય ઈંટ કા જવાબ પત્થર સે.

iraq offbeat news hatke news