ઍપલના સીરીએ બર્ફીલી નદીમાં કાર સાથે ફસાયેલા યુવકનો જીવ બચાવ્યો

14 December, 2019 09:39 AM IST  |  America

ઍપલના સીરીએ બર્ફીલી નદીમાં કાર સાથે ફસાયેલા યુવકનો જીવ બચાવ્યો

ઍપલના સીરીએ બર્ફીલી નદીમાં કાર

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ક્યારેક ઇમર્જન્સીમાં કેટલી કામની થઈ પડે છે એનો દાખલો તાજેતરમાં એક યુવકના કેસ પરથી મળી શકે. અમેરિકાના લોવા શહેરમાં ગેલ સાલ્સેડો નામના યુવકની કાર રોડ પરથી સરકીને નદીમાં પડી ગઈ હતી. ગેલ એ વખતે કૉલેજ જઈ રહ્યો હતો અને રોડ પર ફેલાયેલા બરફને કારણે તેની કાર સરકીને રોડની બાજુમાં આવેલી નદીમાં પડી ગઈ હતી. ગેલનું કહેવું છે કે ‘જ્યારે કાર વાઇનબાગો નદીમાં પડી ગઈ એ પછી મને શું કરવું એ સમજાતું જ નહોતું. મને લાગેલું કે હવે તો હું મરી જ જવાનો છું. કેમ કે ચારેકોર પાણી અને બરફ જ હતાં. હું બચાવ માટે બૂમો પાડી રહ્યો હતો પણ મારો અવાજ કારની બહાર જઈ નહોતો રહ્યો. મદદ માટે ફોન કરવા હું મોબાઇલ શોધી રહ્યો હતો પણ એ પણ રઘવાટમાં મળી નહોતો રહ્યો. એવામાં મને ‌સીરી યાદ આવી. મેં જોરથી બૂમ પાડીને સીરીને ૯૧૧ પર કૉલ કરવા કહ્યું. એની મદદથી માસોન શહેરના ફાયર બ્રિગેટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક થઈ શક્યો.’

આ પણ વાંચો : આ ભાઈનો દાવો છે કે તેમની વાછૂટથી મચ્છર મરી જાય છે

ફાયરબ્રિગેડના અધિકારી ક્રૅગનું કહેવું છે કે ઠંડી એટલી હતી કે પાણી જામી ગયેલું. એને કારણે ડ્રાઇવરની સાઇડનો દરવાજો બંધ થઈ ગયો હતો, એટલે ગેલને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યો.

offbeat news hatke news