7 વર્ષનો છોકરો ઍરપૉડ ગળી ગયો અને મળ વાટે આપમેળે નીકળ્યા પછીયે ચાલુ છે

04 January, 2020 10:20 AM IST  |  Georgia

7 વર્ષનો છોકરો ઍરપૉડ ગળી ગયો અને મળ વાટે આપમેળે નીકળ્યા પછીયે ચાલુ છે

અમેરિકાના જ્યૉર્જિયા સ્ટેટના ઍટલાન્ટા શહેરમાં પેરન્ટ્સે ક્રિસમસ ગિફ્ટમાં આપેલું ઍરપૉડ સાત વર્ષનો છોકરો ગળી ગયો હતો. એ બાળકને ઍટલાન્ટાની ચિલ્ડ્રન્સ હેલ્થકૅર હૉસ્પિટલમાં લઈ જતાં ડૉક્ટરોએ કહ્યું કે હવે એ ઍરપૉડ આપોઆપ એનો માર્ગ કરીને બહાર નીકળે એની રાહ જુઓ. ડૉક્ટરોએ લીધેલા એક્સ-રેમાં ઍરપૉડ બાળકના પેટમાં પડ્યું હોવાનું જણાયું હતું.

ડૉક્ટરોએ બીજા ધોરણમાં ભણતા બાળકની મમ્મી કિયારા સ્ટ્રાઉડને કહ્યું હતું કે આમાં કોઈ સર્જિકલ પ્રોસીજર કરવાની જરૂર નથી. થોડા દિવસમાં એ કુદરતી માર્ગે બહાર નીકળશે. દીકરાને વાયરલેસ હેડસેટ ગણાતા ઍરપૉડની ગિફ્ટ આપતાં પણ કિયારાને ખૂબ આનંદ થયો હતો. ડૉક્ટરોએ આટલી વાત કર્યા પછી સ્ટ્રાઉડ પરિવારે દીકરાને ઠપકો આપવા કે બૂમાબૂમ કરવાને બદલે શાંતિ અને ધીરજપૂર્વક થોડા દિવસ રાહ જોવાનું પસંદ કર્યું. ઍરપૉડની બૅટરી-લાઇફ લાંબી હોવાથી પેટમાં પણ એ કાર્યરત હતું અને પેટમાંથી આંતરડાના રસ્તે બહાર નીકળ્યા પછી પણ કાર્યરત હતું.

georgia offbeat news hatke news