છેલ્લા એક વર્ષમાં એક હૉસ્પિટલની 36 નર્સો પ્રેગ્નન્ટ થઈ

04 August, 2019 10:30 AM IST  |  અમેરિકા

છેલ્લા એક વર્ષમાં એક હૉસ્પિટલની 36 નર્સો પ્રેગ્નન્ટ થઈ

છેલ્લા એક વર્ષમાં એક હૉસ્પિટલની 36 નર્સો પ્રેગ્નન્ટ થઈ

અમેરિકાના મિસોરીમાં આવેલી ચિલ્ડ્રન્સ મર્સી કૅન્સસ સિટી હૉસ્પિટલની એક તસવીર આજકાલ જબર વાઇરલ થઈ છે. એમાં એક જ હૉસ્પિટલમાં કામ કરતી ૩૬ નર્સો ઊભી છે. જૂન મહિનામાં લેવાયેલી આ તસવીરમાં કેટલીક મહિલાઓના હાથમાં નવજાત બાળકો છે તો કેટલીક બેબી-બમ્પ સાથે છે જેમને ટૂંક સમયમાં જ ડિલિવરી થવાની છે. આ હૉસ્પિટલે પોતાના ફેસબુક અકાઉન્ટ પર આ તસવીર શૅર કરી હતી. છેલ્લા એક જ વર્ષમાં આ હૉસ્પિટલની કુલ ૩૬ નર્સો પ્રેગ્નન્ટ થઈ છે. વીસ બાળકો અવતરી ચૂક્યાં છે અને બાકીની મહિલાઓની ડિલિવરી આગામી મહિનાઓમાં થશે.

આ પણ વાંચો : પતિએ જ પત્નીને જુગારમાં દાવ પર લગાડી, મિત્રોને બબ્બે વાર રેપ કરવા દીધો

ફેસબુક પર તસવીરની સાથે હૉસ્પિટલે લખ્યું છે કે, ‘અમારા ઇન્ટેન્સિવ કેર નર્સરીની નર્સો અહીં આવનારા બાળકો માટે એવા સમયે દિવસ-રાત ખડેપગે રહી છે જ્યારે તે પોતે પણ પ્રેગ્નન્ટ હતી.’ અહીંની નર્સો એકબીજાના સંતાનોની કાળજી રાખી લે છે જેથી બધાને ડ્યુટી પર બાળક સાથે આવવામાં વાંધો નથી આવતો. એક જ વર્ષમાં આટલીબધી નર્સોનું પ્રેગ્નન્ટ થવું એ અચરજ પમાડનારું તો છે જ.

offbeat news hatke news