એક કન્યાએ પ્લેન ચોર્યું, ઉડાડતાં ન આવડતું હોવાથી ઍરપોર્ટની વાડમાં ફસાયુ

28 December, 2019 10:07 AM IST  |  California

એક કન્યાએ પ્લેન ચોર્યું, ઉડાડતાં ન આવડતું હોવાથી ઍરપોર્ટની વાડમાં ફસાયુ

પ્લેન અથડાઈ ગયું

અમેરિકાના કૅલિફૉર્નિયાની ફ્રેસ્નો યોશિમાઇટ ઇન્ટરૅશનલ ઍરપોર્ટમાં ૧૭ વર્ષની એક કન્યા ચોરીછૂપીથી ઘૂસી ગઈ હતી. એટલું જ નહીં, તેણે ઍરપોર્ટના પાર્કિંગ એરિયામાં મૂકેલું નાનું પ્લેન ઉડાવીને ભાગવાની કોશિશ કરી હતી. જોકે તેને બરાબર પ્લેન ઉડાડતાં આવડતું ન હોવાથી ઍરપોર્ટ ફરતે બનેલી વાડમાં ઘુસાડી દીધું હતું.

આ પણ વાંચો : અન્ડે કા ફન્ડાઃ સૂર્યગ્રહણમાં ઈંડું સ્થિર ઊભું રાખવાનો વિડિયો વાઇરલ

ઍરપોર્ટના ચીફ પોલીસનું કહેવું છે કે, ‘૧૭ વર્ષની આ કન્યાએ પ્લેનમાં ચડીને એન્જિન ચાલુ કરી દીધું હતું અને રનવે પરથી ફંટાઈને પ્લેન ૪૦૦ મીટર દૂર આવેલી વાડમાં ઘૂસી ગયું હતું.’

california offbeat news hatke news