જર્સી પર સાપની ઇમેજને લીધે છોકરાને પ્લેનમાં પ્રવેશતો અટકાવાયો

27 December, 2019 10:53 AM IST  | 

જર્સી પર સાપની ઇમેજને લીધે છોકરાને પ્લેનમાં પ્રવેશતો અટકાવાયો

જર્સી પર સાપની ઇમેજને લીધે છોકરાને પ્લેનમાં પ્રવેશતો અટકાવાયો

પરિવાર સાથે નાના-નાનીને મળવા ન્યુ ઝીલૅન્ડથી દક્ષિણ આફ્રિકા જઈ રહેલા ૧૦ વર્ષના સ્ટીવ લુકાસને ઍરપોર્ટ પર ઘણો વિચિત્ર અનુભવ થયો હતો. સ્ટીવની જર્સી પર ખભાથી નીચેની તરફ આવી રહેલા લીલા રંગના સાપને લીધે જોહનિસબર્ગ ઍરપોર્ટના અધિકારીઓએ તેને પ્લેનમાં પ્રવેશ કરતો રોક્યો હતો. તેમનું કહેવું હતું કે સ્ટીવની જર્સી પરના સાપની ડિઝાઇનથી પ્લેનમાંના ઉતારુઓ અને ક્રૂ મેમ્બર્સ ડરી જઈ શકે છે. 

આ પણ વાંચો : ક્રિસમસની પૂર્વસંધ્યાએ નામશેષ થવાના આરે રહેલા બ્લૅક રાઇનોનો જન્મ

છોકરાએ જ્યારે ઍરપોર્ટ પર જ ટી-શર્ટ કાઢી નાખ્યા બાદ એને ઊલટું કરીને પહેર્યું ત્યારે જ તેને પ્લેનમાં પ્રવેશવા મળ્યું હતું. ઍરપોર્ટ દ્વારા જણાવાયું હતું કે પ્લેનમાં ક્રૂ મેમ્બર્સને કે પછી અન્ય મુસાફરો માટે હાનિકર્તા હોય એવી ચીજો વિશે નિર્ણય લેવાનો અધિકાર ઍરપોર્ટ પરના સિક્યૉરિટી ઑફિસર્સને હોય છે.

south africa offbeat news hatke news