50 ફુટ ઊંચે ક્રેનથી દોરડું બાંધીને ટ્રૅમ્પોલિન બનાવીને સ્ટન્ટ કર્યા

13 December, 2019 09:51 AM IST  |  Slovenia

50 ફુટ ઊંચે ક્રેનથી દોરડું બાંધીને ટ્રૅમ્પોલિન બનાવીને સ્ટન્ટ કર્યા

50 ફુટ ઊંચે ક્રેનથી દોરડું બાંધીને ટ્રૅમ્પોલિન બનાવીને સ્ટન્ટ કર્યા

પૂર્વ યુરોપમાં સ્લોવેનિયા દેશમાં સાહસિકોએ જમીનથી ૫૦ ફુટ ઊંચે ક્રેનની સાથે દોરડું બાંધીને લોકોનાં હૈયાં ધબકાર ચૂકી જાય એવા સાહસી ખેલો કરી બતાવ્યા છે. આ સ્ટન્ટવીરો અગાઉ પુરપાટ ગતિએ દોડતી ટ્રેન પર બાસ્કેટ બૉલ રમવા અને રેલવે બ્રિજની નીચે ઝૂલતા હિંડોળામાં હીંચકવાના પ્રયોગો કરી ચૂક્યા છે. આ પ્રકારના કરતબ સ્લોવેનિયાની નવી વેબ-સિરીઝ ડીડી સ્ક્વૉડમાં જોવા મળે છે.

એ વેબ-સિરીઝના લેટેસ્ટ સ્ટન્ટના ભાગરૂપે એક જાયન્ટ ટ્રૅમ્પોલિન બનાવવામાં આવ્યું હતું. એ માટે ઍલ્યુમિનિયમના પિલર્સ, નાયલોનના ૩૬ પટ્ટા, ૩૦૦ સ્પ્રિન્ગ્સ, ૧૬૫ ફુટ ચેઇન્સ અને ૧૬૫ ફુટ કૅબલ્સ વડે ક્રેન પર ૨૭૦૦ ફુટનો વ્યાપ ધરાવતું ટ્રૅમ્પૉલિન બાંધવામાં આવ્યું હતું. પહેલાં તેમણે તંગ દોરડા પરનો ખેલ બતાવ્યો અને પછી એ ટ્રમ્પૉલિનને ઢીલું કરી નાખવામાં આવ્યું. ૧૨ ટનની ક્રેને એને જમીનથી ૫૦ ફુટ ઉપર ઊંચકી રાખ્યું હતું.

આ પણ વાંચો : અલાસ્કા ઍરલાઇને કદરૂપા સ્વેટર પહેરી આવનારાઓને સારી જગ્યા આપવાની ઑફર કરી છે

જમીનથી ૪૦ મીટર ઊંચે હવામાં તરતા હોય એમ આ સ્ટન્ટબાજોએ એ ટ્રૅમ્પોલિન પર ભૂસકા લગાવ્યા હતા અને એને કારણે હવામાં ઊંચે સુધી ફંગોળાઈને પાછા ટ્રૅમ્પોલિનની જાળી પર ઝૂલતા હતા. વિડિયોમાં જે પ્રકારે આ સ્ટન્ટ જોવા મળ્યા હતા એ જોઈને ખરેખર ભલભલાને ચક્કર આવી જાય એમ છે.

offbeat news hatke news