વિશ્વની સૌપ્રથમ તરતી હોટેલને બાય-બાય કહી દેવામાં આવશે

27 October, 2019 09:04 AM IST  |  નૉર્થ કોરિયા

વિશ્વની સૌપ્રથમ તરતી હોટેલને બાય-બાય કહી દેવામાં આવશે

વિશ્વની સૌપ્રથમ પાણીમાં તરતી હોટેલ

નૉર્થ કોરિયાના તાનાશાહ કિમ જૉન્ગ-ઉને ફોર સીઝન્સ બૅરિયર રીફ નામની તરતી રેસ્ટોરાંને તોડી પાડવાનો હુકમ કર્યો છે. કેમ? તો તેમણે કારણ આપ્યું છે કે હવે એ બહુ જર્જરિત થઈ ગઈ છે.

ઑસ્ટ્રેલિયાના કિનારાથી ૪૦ માઇલ દૂર આવેલી આ તરતી હોટેલ ૧૯૮૮માં બનાવવામાં આવેલી જે વિશ્વની પહેલી ફ્લો‌ટિંગ હતી. ૨૦૦ રૂમ, નાઇટક્લબ અને હેલિપૅડ જેવી એ જમાનામાં અદ્યતન ગણાતી સુવિધાઓ એમાં હતી.

આ પણ વાંચો : રસ્તો ઓળંગતા બાળક માટે તેજ સ્પીડમાં મોત બનીને આવી કાર અને....

બન્યા પછી આ હોટેલ વિયેટનામના હો ચિ મિન શહેરને વેચી નાખવામાં આવી. ૧૯૯૭માં ફરીથી એનું વેચાણ થયું અને નૉર્થ કોરિયાના તાનાશાહે ખરીદી હતી. હવે એને તોડી પાડવાનો હુકમ તાનાશાહે કર્યો છે.

north korea offbeat news hatke news