દીકરાએ પિતાની ઉદાસ તસવીર ટ્વિટર પર મૂકી, ટ્વિટરિયાઓએ પપ્પાને ખુશ કરી દી

13 March, 2019 09:01 AM IST  |  ટેક્સાસ

દીકરાએ પિતાની ઉદાસ તસવીર ટ્વિટર પર મૂકી, ટ્વિટરિયાઓએ પપ્પાને ખુશ કરી દી

એક ટ્વિટના કારણે શરૂ થઈ ગઈ ઘરાકી

સોશ્યલ મીડિયા પર ક્યારેક લોકો એકબીજાની સંવેદનાઓને અદ્ભુત રીતે પ્રતિક્રિયા આપે ત્યારે બહુ સારું લાગે. તાજેતરમાં બિલી નામના ભાઈએ પોતાના પપ્પાની તસવીર પોસ્ટ કરી હતી. એ પહેલાં તેમણે પપ્પાએ ટેક્સસમાં બિલીઝ ડોનટ્સ નામની શૉપ ખોલી હોવાની વાત પણ કરી હતી. બીજી પોસ્ટમાં બિલીએ પપ્પાની તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે મારા પપ્પા દુખી છે કેમ કે તેમની નવી ડોનટ્સ શૉપ પર કોઈ આવ્યું જ નથી. ફોટોગ્રાફમાં આખી શૉપમાં ભરેલો માલ દેખાય છે અને કાઉન્ટર પર ઊભેલા ઉદાસ પિતા છે. નવાઈની વાત એ છે કે ગણતરીના કલાકોમાં બિલીની આ પોસ્ટ અઢી હજારથી વધુ વાર રીટ્વિટ થાય છે. આમ જનતા જ નહીં, એક યુટ્યુબ સ્ટાર પણ રીટ્વિટ કરે છે. આટલું જ નહીં, ખુદ ઑફિશ્યલ ટ્વિટરના અકાઉન્ટ પર પણ આ તસવીર રીટ્વિટ થાય છે અને એમાં લખ્યું છે અમે કાલે ત્યાં આવીશું.

આ પણ વાંચોઃ ફરતું ઘર અને ગાડી બન્ને એક સાથે હોય એનું નામ આ

થોડા કલાકોમાં સોશ્યલ મીડિયા પર થયેલી આ ચહલપહલને કારણે ટેક્સસની આ ડોનટ્સ શૉપમાં એક પછી એક એટલા લોકો આવ્યા કે સાંજ પડતાં સુધીમાં તો માલ ઑલમોસ્ટ ખાલી થઈ ગયો. બિલી મોડી સાંજે ફરીથી ખાલી દુકાન અને પપ્પાના હસતા ચહેરા સાથેની પોતાની તસવીર પોસ્ટ કરીને પોતાના તમામ ડોનટ્સ વેચાઈ ગયા છે એ સમાચાર શૅર કરીને જે લોકલ લોકોએ તેને સહકાર આપ્યો તેમનો આભાર માને છે.

offbeat news hatke news