ન્યુ યૉર્કના લૅબ્રૅડોર ડૉગીનો એકસાથે મોઢામાં છ ટેનિસ બૉલ રાખવાનો વિક્રમ

13 February, 2020 09:24 AM IST  |  Mumbai Desk

ન્યુ યૉર્કના લૅબ્રૅડોર ડૉગીનો એકસાથે મોઢામાં છ ટેનિસ બૉલ રાખવાનો વિક્રમ

અમેરિકાના ન્યુ યૉર્કના કાનાન્ડાઇગ્વામાં રહેતા છ વર્ષના લૅબ્રૅડોર રિટ્રીવર શ્વાને એકસાથે છ ટેનિસ બૉલ મોઢામાં રાખવાનો વિક્રમ કર્યો છે. ફિનલે નામના કૂતરાને ટેનિસ બૉલ એટલા પ્રિય છે કે કોઈની પણ મદદ વગર એક પછી એક ટેનિસ બૉલ્સ ઉપાડવા અને મોઢામાં પકડી રાખવાની કુશળતા ધરાવે છે. ફિનલે બે વર્ષનો હતો ત્યારે એના માલિક મોલોય પરિવારે એની ટૅલન્ટ પારખી હતી. એ વખતે ફિનલે એકસાથે ચાર ટેનિસ બૉલ મોઢામાં પકડી શકતો હતો. આ બાબતે એકાદ વર્ષ પહેલાં ફિનલેને નામે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વિક્રમ નોંધવાની રજૂઆત કરવામાં આવી છે. ૨૦૦૩માં ટેક્સસના ગોલ્ડન રિટ્રીવરને નામે પાંચ ટેનિસ બૉલ મોઢામાં રાખવાનો વિક્રમ નોંધાયો હતો. 

offbeat news international news