ન્યુ યૉર્કનું કાફે સર્વ કરે છે મૅટ બ્લૅક કૉફી વિથ બ્લૅક વ્હીપ્ડ ક્રીમ

13 November, 2019 09:42 AM IST  |  New York

ન્યુ યૉર્કનું કાફે સર્વ કરે છે મૅટ બ્લૅક કૉફી વિથ બ્લૅક વ્હીપ્ડ ક્રીમ

મૅટ બ્લૅક કૉફી વિથ બ્લૅક વ્હીપ્ડ ક્રીમ

આપણે ત્યાં હવે નૉર્મલ ચીજોનું બ્લૅક વર્ઝન બહુ ફેમસ થઈ રહ્યું છે. જેમ કે બ્લૅક પાંઉભાજી, બ્લૅક પીત્ઝા વગેરે. જોકે કૉફીનું નામ પડે એટલે હળવા કૉફી રંગનું દૂધવાળું પીણું નજર સામે તરવરે. જોકે ન્યુ યૉર્ક શહેરમાં રાઉન્ડ કે કૅફેમાં લિટરલ સેન્સમાં જેને બ્લૅક કહેવાય એવી બ્લૅક કૉફી મળે છે. રાઉન્ડ કેનો ઓનર ઓકિયોન ઇચ્છતો હતો કે તે એવી બ્લૅક કૉફી બનાવે જે માત્ર પાણીવાળી કાળી કૉફી ન હોય. એક ક્રીમી કૉફીમાં જે હોય એ તમામ ચીજો હોવા છતાં એ કાળી ડિબાંગ હોય એવું હોવું જોઈએ.

નવાઈની વાત છે કે અહીં કૉફીની ઉપર જે વ્હિપ્ડ ક્રીમ હોય એ પણ કાળું છે. જરાક જોઈએ એ કૉફી બની કઈ રીતે છે. એમાં ૯૦ ટકા ભાગ પ્રોસેસ કરેલો ડચ કોકો છે. એમાં એસ્પ્રેસો ડબલ શૉટ પીણું છે અને સાથે કોકોનટને બાળીને તૈયાર કરાયેલી કાળી રાખ અને બદામનું દૂધ છે. જો ઠંડી કૅફે લાતે મગાવો તો એમાં થોડોક આઇસ પણ હોય.

આ પણ વાંચો : મિનીએચર એકતારા જેવું રાજસ્થાની તંતુવાદ્ય વગાડીને રશિયન યુવકે મેળવી લાખો લાઇક્સ

એની પર સજાવેલા ક્રીમમાં પણ કોકોનટની રાખ અને કોકોનટ ક્રીમને મિક્સ કરેલું છે. દેખાવમાં એ જરાય કૉફી જેવું નથી લાગતું, પરંતુ લોકો એનાં નાનાં શૉટ્સ સ્વીટ ડિઝર્ટની જેમ લેવાનું પસંદ કરે છે. એક સર્વિંગ ૬.૫૦ ડૉલર એટલે કે લગભગ ૪૬૫ રૂપિયાનું છે.

new york offbeat news hatke news