ગ્રાહકે ઑર્ડર કર્યો ૨૨,૦૦૦નો વાઇન, ભૂલથી ૩.૫ લાખની બૉટલ સર્વ કરી દીધી

19 May, 2019 08:01 AM IST  |  માન્ચેસ્ટર

ગ્રાહકે ઑર્ડર કર્યો ૨૨,૦૦૦નો વાઇન, ભૂલથી ૩.૫ લાખની બૉટલ સર્વ કરી દીધી

માલિકે ભૂલ કરી માફ

કહેવાય છે કે વાઇન જેટલો જૂનો એટલો વધુ ટેસ્ટી અને વધુ મોંઘો. જોકે ઇંગ્લૅન્ડના એક બારમાં વિચિત્ર ઘટના ઘટી હતી. હૉક્સમોર મૅન્ચેસ્ટર નામના બારમાં એક ગ્રાહકે વાઇનની બૉટલ ઑર્ડર કરી, એની કિંમત બાવીસ હજાર રૂપિયા હતી. જોકે વેઇટરે ભૂલથી ગ્રાહકને બીજો વાઇન સર્વ કરી દીધો જે બૉટલની કિંમત ૩.૫ લાખ રૂપિયા હતી. સ્વાભાવિકપણે આટલું મોટું નુકસાન કરવા બદલ બારના માલિકે વેઇટરનો ઊધડો લઈ લીધો હશે એવો વિચાર આવે, પણ આવું ન થયું. માલિકે આ ઘટના સોશ્યલ મીડિયામાં શૅર કરીને લખ્યું હતું કે ‘ભૂલથી મોંઘો વાઇન પીનારા ગ્રાહકની સાંજ મજેદાર રહી હશે. વેઇટરની ભૂલ હોવા છતાં અમે તને પ્રેમ કરીએ છીએ. હા, ફરી આવી ભૂલ ન કરતા.’

આ પણ વાંચોઃ દુનિયાનું સૌપ્રથમ વર્ચ્યુઅલ રિયલિટી જિમ,વિડિયો-ગેમ રમતાં-રમતાં એક્સરસાઇઝ કરો

માલિકના આવા હળવા અંદાજથી સોશ્યલ મીડિયા-યુઝર્સ તેમના પર વારી ગયા. તેમની આ ટ્વીટને ૫૨,૦૦૦ લાઇક્સ અને ૯૦૦૦થી વધુ રીટ્વીટ્સ મળી હતી. નવાઈની વાત એ છે કે વેઇટરે ભૂલથી મોંઘો વાઇન આપ્યો છે એ વાતની ગ્રાહકને પણ ખબર નહોતી પડી.

offbeat news hatke news