અન્ડે કા ફન્ડાઃ સૂર્યગ્રહણમાં ઈંડું સ્થિર ઊભું રાખવાનો વિડિયો વાઇરલ

28 December, 2019 10:01 AM IST  |  Malaysia

અન્ડે કા ફન્ડાઃ સૂર્યગ્રહણમાં ઈંડું સ્થિર ઊભું રાખવાનો વિડિયો વાઇરલ

અન્ડે કા ફન્ડા

મલેશિયા અને ઇન્ડોનેશિયામાં સોશ્યલ મીડિયા પર ટલાક લોકોએ સૂર્યગ્રહણ દરમ્યાન ઈંડાંને જમીન પર ‌બૅલૅન્સ કરાવીને ઊભું રાખ્યું હોવાનો દાવો કર્યો છે. ઇન્ટરનેટિયા લોકોનો દાવો છે કે સૂર્યગ્રહણ દરમ્યાન પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં બદલાવ આવવાથી ઈંડું ભલે ઓવલ શેપનું હોય એમ છતાં સંતુલન રાખીને ઊભું રહી શકે છે. કેટલાક યુઝર્સે તો ઈંડાંને પ્લેટ, ફ્રાઇંગ પૅન, ઢોળાવવાળી જગ્યા, કપચીવાળી જગ્યા એમ અલગ-અલગ સપાટી પર ઊભા રાખતો વિડિયો અપલોડ કર્યો છે.

આ પણ વાંચો : જૅપનીઝ કલાકારે જૂનાં છાપાંમાંથી બનાવ્યાં મિનિએચર યુદ્ધજહાજ 

એવો દાવો કરવામાં આવે છે કે સૂર્યગ્રહણ વખતે પૃથ્વી અને ચંદ્ર સૂર્યની સીધી રેખામાં આવે છે એને કારણે ગુરુત્વાકર્ષણ બળમાં બદલાવ આવે છે. જોકે મલેશિયન સાયન્સ યુનિવર્સિટીના નિષ્ણાતોએ આ દવાને ખારિજ કર્યા છે અને વિજ્ઞાનમાં આવો કોઈ સિદ્ધાન્ત નથી એવી સ્પષ્ટતા કરી છે. સ્પેસ અને સાયન્સમાં રસ ધરાવતા લોકો માટે આ મજેદાર મૅજિક ટ્રિક હોઈ શકે છે, પરંતુ એમાં કોઈ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું નથી.

malaysia indonesia offbeat news hatke news