ભારતીય આભૂષણોના ઇતિહાસ સમી 400 જ્વેલરી વેચાઈ લગભગ 7.59 અબજમાં

22 June, 2019 08:08 AM IST  |  ન્યુ યૉર્ક

ભારતીય આભૂષણોના ઇતિહાસ સમી 400 જ્વેલરી વેચાઈ લગભગ 7.59 અબજમાં

જ્વેલરી

ગયા બુધવારે ન્યુ યૉર્કમાં ક્રિસ્ટીઝ ઑક્શન હાઉસ દ્વારા ભારતીય પૌરાણિક દરદાગીનાઓનું મેગા ઑક્શન યોજાયું હતું જેમાં ૭.૫૯ અબજ રૂપિયાનું ક્લેક્શન થયું હતું.

આ ખજાનામાં ભારતીય રાજા-રજવાડાઓ અને મુગલ સમ્રાટોના સમયની મોતી, હીરા અને કીમતી સ્ટોન્સની જ્વેલરીનો સમાવેશ હતો.

હૈદરાબાદના નિઝામ મીર ઓસ્માનની એક તલવાર ૧૩.૪ કરોડ રૂપિયામાં વેચાઈ હતી, જ્યારે ગોલકુંડાની ખાણોમાંથી નીકળેલો ૫૨.૫૮ કૅરૅટનો મિરર ઑફ પૅરૅડાઇઝ ડાયમન્ડ ૪૫ કરોડ રૂપિયામાં વેચાયો હતો.

હૈદરાબાદના નિઝામનો ૩૩ ડાયમન્ડવાળો ઍન્ટિક નેકલેસ ૧૦.૫ કરોડમાં વેચાશે એવો નિષ્ણાતોનો અંદાજ હતો, પણ એ ૧૭ કરોડ રૂપિયામાં વેચાયો હતો.

નિઝામના પરિવારજનો મીર નજફ અલી ખાને ઑનલાઇન ઑક્શન નિહાળ્યું હતું. આ ચીજોમાં ૧૭ કૅરૅટનો એક અર્કાટ ટૂ તરીકે જાણીતો ગોલકુંડાનો નવાબી હીરો ૨૩.૫ કરોડ રૂપિયામાં વેચાયો હતો.

આ પણ વાંચો : પાકિસ્તાનના 330 કિલોના ભાઈને ઘરમાંથી બહાર કાઢવા દીવાલ ‍તોડવી પડી

ઇન્દોરના મહારાજા યશવંતરાવ હોળકર દ્વિતીય સાથે સંકળાયેલો એક હાર ૧.૪૪ કરોડમાં અને જયપુરનાં રાજમાતા ગાયત્રીદેવીની હીરાની વીંટી ૪.૪૫ કરોડ રૂપિયામાં વેચાઈ હતી.

new york offbeat news hatke news