ખુલ્લા પગે 11 સેકન્ડમાં 100 મીટર દોડી જાય છે આ રનર

18 August, 2019 08:04 AM IST  |  રામેશ્વરમ

ખુલ્લા પગે 11 સેકન્ડમાં 100 મીટર દોડી જાય છે આ રનર

ભારતનો યુસૈન બોલ્ટ

મધ્ય પ્રદેશના રામેશ્વર નામના રનરની વીજળી જેવી ફર્રાટેદાર દોડ સોશ્યલ મીડિયામાં આજકાલ ચર્ચામાં છે. આ વિડિયોમાં તે ૧૦૦ મીટરની દોડ માત્ર ૧૧ સેકન્ડમાં પૂરી કરે છે અને એ પણ ખુલ્લા પગે. ૧૦૦ મીટરની સૌથી ગતિમાન દોડની વાત આવે ત્યારે ઉસેન બોલ્ટનું જ નામ યાદ આવે, પણ જો થોડીક તાલીમ મળે તો ભારતમાં પણ ઉસેન બોલ્ટ પેદા થઈ શકે છે. આ વિડિયોને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે શેઅર કરીને કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજુજુને ટૅગ કરીને મદદ માગતાં લખ્યું હતું કે, ‘ભારત આવી વ્યક્તિગત પ્રતિભાઓથી છલકતો દેશ છે.

આ પણ વાંચોઃ મ‌ાલિકણનો જીવ બચાવવા માટે ચાર વર્ષનો કૂતરો દીપડા સાથે ભીડી ગયો

જો તેમને યોગ્ય અવસર અને પ્લૅટફૉર્મ મળે તો આ લોકો ચોક્કસ નવો ઇતિહાસ રચતા જોવા મળશે.’ ખેલ પ્રધાને પણ તરત જ ટ્વિટ કરીને રામેશ્વરને જલદીથી મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના સેન્ટર પર પહોચવાની તાકીદ કરી હતી.

offbeat news hatke news national news