ચાર ફુટના સૌથી લાંબા નકલી નખ લગાવીને રેકૉર્ડ બનાવ્યો

28 September, 2019 01:41 PM IST  |  મુંબઈ

ચાર ફુટના સૌથી લાંબા નકલી નખ લગાવીને રેકૉર્ડ બનાવ્યો

ગિનલ રકૉર્ડ બનાવ્યો

રિયલ નખ લાંબા કરવા એ બહુ કપરું કામ છે, પરંતુ ફ્લોરિડામાં રહેતા ઓડિલોન ઓઝાર નામના એક આર્ટિસ્ટભાઈએ સૌથી લાંબા નખ માટે થોડોક સરળ ઉપાય અપનાવ્યો હતો. ભાઈસાહેબે નકલી નખ એટલે કે એક્સ્ટેન્શન નેઇલ લગાવ્યા હતા જેની કુલ લંબાઈ ૪ ફુટ જેટલી હતી. ઓડિલોને હજી ગયા વર્ષે જ સૌથી લાંબી હૅટ બનાવીને રેકૉર્ડ બનાવ્યો હતો. ઓડિલોનનું કહેવું છે કે એક દિવસ તેના લાંબા નખથી પત્નીની ત્વચા પર ઘસરકા પડ્યા ત્યારે તેનાથી બોલાઈ ગયું કે કેટલા લાંબા નખ છે તારા, કાપી નાખ. એ જ વખતે ભાઈને થયું કે લાંબા નખ આને કહેવાય તો સૌથી લાંબા નખ કેટલા લાંબા હોય? તેણે થોડીક શોધખોળ કરી અને નેઇલ એક્સ્ટેન્શનવાળા નખની લંબાઈ કેટલી હોય એ તપાસ્યું. ઍક્રેલિકના નખ વજનદાર થઈ જતા હોવાથી વધુમાં વધુ ત્રણ ફૂટની જ લંબાઈ થઈ શકે છે એટલે તેણે ઍક્રેલિકનો પાઉડર લઈને નકલી નેઇલ એક્સ્ટેન્શન બનાવ્યા અને એને ઍરબ્રશથી પેઇન્ટ પણ કર્યા. ચાર ફુટ લાંબા આ નખે ઓડિલોનના નામે બીજો વિશ્વવિક્રમ લખી નાખ્યો છે.

offbeat news