ઑસ્ટ્રેલિયામાં પ્રાણીઓને ખાવા માટેગાજર અને શક્કરિયા ફેંકવામાં આવ્યા

14 January, 2020 11:54 AM IST  |  Mumbai Desk

ઑસ્ટ્રેલિયામાં પ્રાણીઓને ખાવા માટેગાજર અને શક્કરિયા ફેંકવામાં આવ્યા

‍લગભગ એક મહિનાથી ઑસ્ટ્રેલિયાના જંગલની આગ ઓલવાવાનું નામ નથી લેતી એને કારણે એક તરફ ફાયર ફાઇટર્સ ખડેપગે આગ બુઝાવવામાં લાગ્યા છે અને બીજી તરફ પ્રાણીઓના બચાવકાર્યમાં રેસ્ક્યુ ટીમ પણ કામે લાગી છે. ન્યુ સાઉથ વેલ્સના વાઇલ્ડલાઇફ સર્વિસ સ્ટાફે તાજેતરમાં જંગલની આગ અને ધુમાડામાં ફસાયેલા પ્રાણીઓને ભોજન માટે તાજાં શાકભાજીનો વરસાદ કર્યો હતો. હેલિકૉપ્ટરમાંથી લગભગ ૨૨૦૦ કિલો ગાજર અને શક્કરિયાં જંગલમાં ફેંકવામાં આવ્યા હતા. ન્યુ સાઉથ વેલ્સના એન્વાયર્નમેન્ટ મિનિસ્ટરે જંગલમાં ગાજર ખાતા પ્રાણીઓનો ફોટો પણ શેઅર કર્યો હતો.

international news offbeat news australia