આ પર્ફ્યુમ છાંટશો તો તમને એક્સરસાઇઝ કરવાનું મન થશે

01 October, 2019 04:28 PM IST  |  મુંબઈ ડેસ્ક

આ પર્ફ્યુમ છાંટશો તો તમને એક્સરસાઇઝ કરવાનું મન થશે

કસરત કરવાનું કે સ્પોર્ટ્સ રમીને બૉડીને વ્યાયામ પૂરો પાડવાનું લોકોને ખાસ પસંદ નથી આવતું. જોકે એ માટે એક પર્ફ્યુમ કંપનીએ અમેરિકામાં ખાસ ફ્રૅગરન્સ લૉન્ચ કરી છે. કલ્ચર ઑફ સ્પોર્ટ્સ નામની નવી ફ્રૅગરન્સની રેન્જમાં એવી તાકાત છે કે એ છાંટ્યા પછી વ્યક્તિને એક્સરસાઇઝ કરવાની ઇચ્છા પ્રબળ થાય છે. જે લોકો ઇચ્છાશક્તિના અભાવને કારણે કસરત ન કરી શકતા હોય એવા લોકો આવા પર્ફ્યુમનો સહારો લઈ શકે છે. હાલમાં બે મૅસ્ક્યુલાઇન અને બે ફેમિનાઇન એમ ચાર પ્રકારની ફ્રૅગરન્સ છે. અલબત્ત, કંપનીના આ દાવા મુજબ ખરેખર ફરક પડે છે કે નહીં એ જાણવા મળ્યું નથી.

offbeat news