આ ભાઈ 500 ફૂટ ઊંચા પર્વત પર ચડ્યા એ પણ સેફ્ટી વગર

26 February, 2019 09:07 AM IST  |  અમેરિકા

આ ભાઈ 500 ફૂટ ઊંચા પર્વત પર ચડ્યા એ પણ સેફ્ટી વગર

આ ભાઈને ડૉક્યુમેન્ટરીનો મળ્યો ઑસ્કર

વિશ્વના ટોચના મહાન ક્લાઇમ્બર્સમાં જેની ગણના થાય છે એવા અમેરિકાના કૅલિફૉર્નિયામાં રહેતા ઍલેક્સ હોનોલ્ડ નામના જાંબાઝે બે વર્ષ પહેલાં કોઈ જ સહાય વિના એક સીધીસટ ચટ્ટાનને ચડી જવાનું કારનામું કરેલું. યોસેમાઇટ નૅશનલ પાર્કમાં આવેલી ૩૨૦૦ ફુટ ઊંચા અને સીધા ખડક પર ઍલેક્સ કોઈ જ સેફ્ટી-સપોર્ટ વિના એમ જ ચડી ગયેલો. દુબઈના બુર્જ ખલીફાની હાઇટ લગભગ ૨૭૦૦ ફુટ જેટલી છે. એના કરતાં ૫૦૦ ફુટ વધુ હાઇટ ધરાવતા પર્વત પર સીધું અને કપરું ચડાણ કરનારા ઍલેક્સની એ વખતે પણ રૉક-ક્લાઇમ્બિંગજગતમાં ઘણી સરાહના થયેલી. ઍલેક્સના આ કરતબની નૅશનલ જ્યૉગ્રાફિક ચૅનલે ડૉક્યુમેન્ટરી શૂટ કરેલી. કોઈ જ સહાય વિના એકલા પહાડ ચડવાનું ‘સોલો ક્લાઇમ્બિંગ’નું કારનામું એટલું ખતરનાક હોય છે કે એક ભૂલ ક્લાઇમ્બરનો જીવ લઈ શકે છે. ૩૨૦૦ ફુટનો ખડક સર કરતાં ઍલેક્સને લગભગ ૩ કલાક ૫૬ મિનિટ લાગ્યા હતા. આમ તો ઍલેક્સે નાનાંમોટાં અનેક કરતબો કયાર઼્ છે, પરંતુ આ અત્યંત સાહસભર્યા સફળ કારનામાની નૅશનલ જ્યોગ્રાફિક ચૅનલે ‘ફ્રી સોલો’ નામની ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવીને એને અદ્વિતીય બનાવી દીધું. અત્યાર સુધીમાં આ પ્રકારનું કારનામું કરનારી તે પહેલી અને એકમાત્ર વ્યક્તિ છે. તાજેતરમાં યોજાયેલા ઑસ્કર્સ અવૉર્ડ્સમાં તેની સાહસસફરની આ દાસ્તાનને બેસ્ટ ડૉક્યુમેન્ટરી ફિલ્મનો અવૉર્ડ મળ્યો હતો. ઍલેક્સનું કહેવું છે કે ‘કોઈ સપોર્ટ વિના આવું કારનામું કરવા માટે શારીરિક કરતાં માનસિક મનોબળની વધુ જરૂર પડે છે.’

આ પણ વાંચો : હૂંફાળી અને લક્ઝુરિયસ ટૅક્સી શરૂ થઈ લંડનમાં

આ ડૉક્યુમેન્ટરી બનાવવા માટે કૅમેરામેન્સની પણ જબરી કસોટી થઈ હતી, કેમ કે પર્વતારોહકના એકેએક કદમને કૅમેરામાં નજીકથી કંડારવા માટે કૅમેરામેનોને પણ એટલા કલાકો દોરડાથી બંધાઈને પર્વત પર લટકી રહેવું પડેલું.

united states of america california offbeat news hatke news